Western Times News

Gujarati News

શનિવારથી અમદાવાદમાં શાકભાજીની અછત સર્જાશે

Files Photo

અમદાવાદ: અમદાવાદના શાકભાજીના વેપારીઓમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. આ પાછળનું પહેલું કારણ એ છે કે, પોલીસે પહેલા તો તેમને જમાલપુર છઁસ્ઝ્રમાંથી કામ કરવાની મંજૂરી આપી નહીં અને બીજું જેતલપુરના જથ્થાબંધ વેપારીઓએ ત્યાંની જગ્યાઓને ઉપયોગ કરતાં તેમને અટકાવ્યા હતા. ત્યારે હવે વેપારીઓએ શુક્રવારથી શાકભાજીનું વેચાણ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે જેના પગલે શહેરમાં શાકભાજીની અછત સર્જાશે તેવો ભય ઊભો થયો છે.

અમદાવાદના એક વેપારીએ કહ્યું કે, ‘શહેરના સ્થાનિક વેપારીઓએ કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રથી તેમના વેપારીઓને બોલાવ્યા હતા અને બુધવારથી અમદાવાદ માટે ટ્રક લોડ ન કરવાનું કહ્યું હતું. ગુરૂવારે જેતલપુર માર્કેટયાર્ડની બહારના મેઈન રોડ પર અને સર્વિસ રોડ પર વેપાર ચાલુ રહેશે કારણ કે ઘણા વાહનો શાકભાજીના જથ્થા સાથે રવાના થઈ ગયા છે’.

‘શુક્રવારથી માત્ર અમદાવાદ માર્કેટ યાર્ડમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ સપ્લાય બંધ થઈ જશે. ઉત્તર ભારતમાં પણ તેની અસર થશે, કારણે ત્યાં ઘણા શાકભાજી અમદાવાદમાંથી મોકલવામાં આવે છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ રાજ્યોમાંથી આવતા શાકભાજીમાં લીંબુ, કેપ્સિકમ, આદુ, ટામેટા અને કોબી સહિતના અન્ય શાકભાજીનો સમાવેશ થાય છે’, તેમ વેપારીએ જણાવ્યું હતું.

અમદાવાદ વેજિટેબલ જનરલ કમિશન એજન્ટ્‌સ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ ભરત ખમારે કહ્યું કે, ‘અમને જમાલપુર માર્કેટથી ૧૫ જુલાઈ સુધી દૂર રહેવાનું કહ્યું છે. સરકાર અમને જેતલપુર ખાતે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગઈ હોવાથી અમે વેપાર નહીં કરવાનું નક્કી કર્યું છે’.

અન્ય એક વેપારીએ સવાલ કર્યો કે, જા શહેરનું કાલુપુર માર્કેટ, નરોડા ફ્રૂટ માર્કેટ અને ભદ્ર માર્કેટ ખુલ્લુ રહી શકતું હોય તો પછી જમાલપુર માર્કેટ પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ? ‘જા તેમને લાગતું હોય તે વધુ ભીડ થવાથી કેસો વધશે, તો વેપારીઓ શાકભાજી માટે જેતલપુર પણ જઈ જ રહ્યા છે ને ? જેતલપુર અને જમાલપુર પ્રત્યેનું વલણ સરખું હોવું જાઈએ.

જો અધિકારીઓનું એમ કહેવું છે કે, જમાલપુરમાં વધારે કેસો છે તો પછી તેમણે એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે છેલ્લા ૧૫ દિવસથી ત્યાં એક પણ કેસ નોંધાયો નથી’, તેમ તેમણે કહ્યું અન્ય એક વેપારીએ કહ્યું કે, ‘અમને સ્ટ્રીટલાઈટ્‌સ અથવા કારની લાઈટનો ઉપયોગ કરીને ધંધો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે’. તેમણે તેમ પણ કહ્યું કે, પોલીસ ઘણીવાર લાઠીચાર્જ કરી ચૂકી છે અને ઘણા વેપારીઓ તેમા ઘાયલ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.