શનિવાર- રવિવાર ‘વીક એન્ડ’ની પધ્ધતિ અપનાવાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, કહેવાય છે કે સમય સંજાેગો પ્રમાણે પરિવર્તન આવતુ હોય છે તેમાંય આજકાલ નવા-નવા પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે. અમદાવાદ જેવા ‘મેગાસીટી’માં મહાનગરોની માફક ધીમેધીમે વાતાવરણ સર્જાઈ રહયુ છે શહેરના એસ.જી.હાઈવે, નવરંગપુરા, સીંધુભવન સહિતના વિસ્તારોમાં મોટી- મોટી આઈ.ટી. કંપનીઓ સહિતની કંપનીઓની ઓફિસો આવેલી છે.
અત્યંત જાજરમાન પ્રકારની વિવિધ સુવિધાઓથી ઉપલબ્ધ કોર્પોરેટ ઓફિસોમાં તોતિંગ પગારો હોય છે તો તેની સામે કામ પણ એટલંુ જ માંગવામાં આવે છે અત્યાર સુધી કોરોનાને લઈ કંપનીઓમાં ‘વર્ક ટુ હોમ’ની પધ્ધતિ અપનાવવામાં આવી હતી પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા અને વેકસીનેશનની કામગીરી લગભગ પૂર્ણ થઈ જતા કોર્પોરેટ કંપનીઓ પુનઃ ધમધમતી થઈ છે.
કંપનીઓ શરૂ થતા કર્મચારીઓ પણ રૂટિન વર્કમાં જાેડાઈ ગયા છે. જાેકે પાછલા કેટલાક સમયથી મોટી-મોટી આઈ.ટી. સહિત કંપનીઓમાં ‘વર્કીગ સ્ટાઈલ’ માં ફેરફાર કરાયો છે કર્મચારીઓને વીક એન્ડમાં રવિવારની રજા મળતી હતી પરંતુ હવે શનિવાર-રવિવાર વીક એન્ડ જાહેર કરાયો છે.
મતલબ એ કે પાંચ દિવસ કામ પર જવાનુ. જાેકે કેટલીક કંપનીઓએ આ પાંચ દિવસ સવાર-સાંજનો કામના સમયના કલાકોમાં વધારો કરી દીધો છે જેથી શનિવાર-રવિવારની રજા કર્મચારીઓને મળી શકે. વિદેશના ઘણા દેશોમાં આ પધ્ધતિ અપનાવવામાં આવી છે જેને અનુલક્ષીને કર્મચારીઓ ફેમીલી સાથે સમય પસાર કરી શકે તથા કામનો બોજાે વધે નહી તે હેતુથી આ પગલુ લેવામાં આવ્યુ હોવાનું મનાય છે.