Western Times News

Gujarati News

શન્મુખપ્રિયાની પાસે વિજયએ લાઈગર માટે ગીત રેકોર્ડ કરાવ્યું

મુંબઈ, સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાને મળવાનું ઈન્ડિયન આઈડલ ૧૨ ફેમ શન્મુખપ્રિયાનું સપનું આખરે સાકાર થયું છે. ઈન્ડિયન આઈડલ ૧૨’ના ફિનાલે વખતે વિજય દેવરકોંડાએ સ્પેશિયલ વિડીયો મેસેજ દ્વારા શન્મુખપ્રિયાને વચન આપ્યું હતું કે આગામી ફિલ્મમાં તેની પાસે ગીત ગવડાવશે. છેવટે વિજયે આ વચન પૂરું કર્યું છે.

વિજયે શન્મુખપ્રિયા સાથેની મુલાકાતનો વિડીયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વિડીયોમાં શન્મુખપ્રિયાના ચહેરા પર પોતાના ફેવરિટ એક્ટરને મળવાની ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે. વિડીયોમાં શન્મુખપ્રિયા કહે છે કે, તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે, વિજય દેવરકોંડા તેને સપોર્ટ કરશે, તેને પર્ફોર્મ કરતી જાેશે.

તેણે ફિનાલેમાં વિડીયો જાેયો ત્યારે તે સ્તબ્ધ રહી ગઈ હતી. શન્મુખપ્રિયાએ વિડીયોમાં વિજયનો આભાર માન્યો છે અને તેની મોટી પ્રશંસક હોવાનું જણાવ્યું છે. શન્મુખપ્રિયાએ વિજય દેવરકોંડાના ઘરે જઈને મુલાકાત કરી હતી.

વિડીયોમાં વિજય શન્મુખા સાથે વાતચીત કરતો જાેવા મળે છે. વિજય કહે છે કે, ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી તેણે, પુરી સર અને ચારમીએ શન્મુખાના વિડીયો જાેવાનું શરૂ કર્યું હતું. જેથી તેઓ કયા ગીત માટે અવાજ સારો છે તે નક્કી કરી શકે. વિડીયોમાં આગળ જાેઈ શકો છો કે શન્મુપ્રિયા વિજય દેવરકોન્ડાની ફિલ્મ ‘લાઈગર’ માટે ગીત રેકોર્ડ કરતી જાેવા મળે છે.

વિજય દેવરકોંડાએ ખુશી વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં જ તે તેના અવાજમાં ગવાયેલું ગીત સાંભળશે. જણાવી દઈએ કે, ‘લાઈગર’ દ્વારા વિજય દેવરકોંડા બોલિવુડમાં ડેબ્યૂ કરનારો છે. ધર્મા પ્રોડક્શન્સ હેઠળ બની રહેલી આ ફિલ્મમાં અનન્યા પાંડે વિજય સાથે લીડ રોલમાં છે. શન્મુખપ્રિયાની વાત કરીએ તો તે, ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ના ટોપ-૬ કન્ટેસ્ટન્ટ્‌સમાં સામેલ હતી.

તેની સિંગિંગ સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર અનેકવાર ટ્રોલ થઈ હતી. જાેકે, શોમાં આવતા મનોરંજન જગતના મહેમાનો તેના ટેલેન્ટથી પ્રભાવિત થયા હતા. ફિલ્મમેકર ઉમંગ કુમારે પણ ફિલ્મની ઓફર આપી હતી. શન્મુખપ્રિયા શો તો ના જીતી શકી પરંતુ તેણે દિલ ચોક્કસથી જીત્યા હતા. ‘ઈન્ડિયન આઈડલ ૧૨’નો વિજેતા ઉત્તરાખંડનો પવનદીપ રાજન બન્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.