શબાનાએ કુછ કુછ હોતા હૈ જોઈ કરણને ખખડાવ્યો હતો

મુંબઇ, કરણ જાેહરની કુછ કુછ હોતા હૈ ફિલ્મ બોક્સ ઓફીસ પર સુપર ડુપર હિટ નીવડી હતી. યુવા વર્ગ આ ફિલ્મથી ખૂબ જ આકર્ષાયો હતો અને આ ફિલ્મના પાત્રો લોકોના દિલમાં ઉતરી ગયા હતા. આજે પણ આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં મુકવામાં આવે છે. ફિલ્મમાં શાહરૂખ ખાન, રાની મુખર્જી અને કાજાેલ મુખ્ય ભૂમિકામાં હતા.
તે સમયે ફિલ્મનો જાદુ લોકો પર છવાઈ ગયો હતો પણ શબાના આઝમીને આ ફિલ્મમાં કેટલાક વાંધા લાગ્યા હતા અને તેમણે કરણ જાેહરને ફોન કરીને ખખડાવી નાંખ્યો હતો. બાદમાં કરણ જાેહરે પણ આ ફિલ્મ વાંધાજનક હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. કુછ કુછ હોતા હૈ ફિલ્મને લઈ શબાના આઝમીની વાતનો ઉલ્લેખ કરણ જાેહરે ૨૦૧૯માં મેલબોર્ન ખાતે યોજાયેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન કર્યો હતો.
તેણે માન્યું હતું કે, કુછ કુછ હોતા હૈ યોગ્ય ફિલ્મ નહોતી. શબાના આઝમીએ યુકેમાં ક્યાંક આ ફિલ્મ જાેઈ હતી અને તેમણે મને ફોન કર્યો હતો. તેઓને ફિલ્મ જાેઈને ધ્રાસકો લાગ્યો હતો. કરણ જાેહરનું કહેવું હતું કે, શબાના આઝમી મારા પર વરસી પડ્યા હતા. કારણ કે, મેં લીડ કેરેક્ટર અંજલિના વાળ ટૂંકા રાખ્યા હતા અને ફર્સ્ટ હાફ પછી તે લાંબા વાળવાળી યુવતી બની જાય છે.
શબાના આઝમીએ કહ્યું કે, તમે પહેલા ભાગમાં બતાવ્યું છે કે, ટૂંકા વાળવાળી યુવતી સુંદર દેખાતી નથી અને ૮ વર્ષ પછી લાંબા વાળ અને મેકઅપ સાથે સાડીમાં ખૂબસૂરત દેખાય છે. તેમણે કહ્યું કે, મેં અહીં રૂઢિવાદી માનસિકતા બતાવી છે. કારણ કે સુંદરતાને વાળ દ્વારા પારખી શકાય નહીં. શબાનાએ કરણને ખખડાવી કહ્યું હતું કે, તે ફિલ્મમાં શું દેખાડ્યું છે.
યુવતીના ટૂંકા વાળ છે એટલે તે સુંદર નથી અને લાંબા વાળ છે એટલે સુંદર છે? આ બાબતે તું શું કહીશ? તેના જવાબમાં કરણ જાેહરે શબાનાની માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે, વાતચીતમાં કરણ જાેહરે પણ કુછ કુછ હોતા હૈ ફિલ્મ મૂર્ખતાપૂર્ણ હોવાનું સ્વીકાર્યું હતું.
તેણે હીરો ડાયલોગને ટાંકીને કહ્યું હતું કે, હીરો પોતે કહે છે કે, ઝિંદગી મેં પ્યાર એક બાર હોતા હૈ, શાદી એક બાર હોતી હૈ.. પણ તે પોતે જ બે વખત પ્રેમમાં પડી બે વખત લગ્ન કરે છે. ફિલ્મમાં બધું જ ખોટું હતું. પરંતુ તે એટલી ખાતરી સાથે લખવામાં આવ્યું હતું કે તેનો અર્થ નીકળતો હતો. તે વધુમાં કહે છે કે, જ્યારે મેં તે ફિલ્મ લખી ત્યારે હું ૨૪ વર્ષનો હતો.SSS