Western Times News

Gujarati News

શબાના આઝમીને દારુની હોમ ડિલિવરી મોંઘી પડી

મુંબઈ: દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમી ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. શબાનાએ ગુરુવારે આ વાતની જાણકારી ટિ્‌વટર પર આવી અને ફેન્સને છેતરપિંડીથી બચીને રહેવાની સલાહ આપી. શબાનાએ જણાવ્યું કે, તેઓ ઓનલાઈન પેમેન્ટના સ્કેમમાં ઠગાઈનો શિકાર બન્યા છે. તેમણે ઓનલાઈન શોપિંગ કર્યું હતું અને એડવાન્સ પેમેન્ટ કર્યું હતું. શબાનાએ દારુની એક દુકાનમાંથી કેટલોક ઓર્ડર કર્યો હતો. તેમણે ટ્‌વીટમં ઓર્ડરની પેમેન્ટ ડિટેઈલ શેર કરવાની સાથે જ જણાવ્યું કે, તેમને હજુ સુધી આ સામાન મળ્યો નથી. એટલું જ નહીં, જ્યાર તેમણે એ દુકાનના કથિત નંબર પર ફોન કર્યો તો કોઈએ તેમનો ફોન ઉપાડ્યો નહીં. પોતાની પરેશાની ટિ્‌વટર પર શેર કરતા શબાનાએ ફેન્સને કહ્યું કે,

આવા ઠગોથી સાવચેત રહેજાે. શબાનાએ ટ્‌વીટમાં કહ્યું કે, ‘સાવધાન, હું ઠગાઈનો શિકાર બની છું. મેં ઓર્ડર આપ્યો હતો. તેના માટે પહેલા જ પેમેન્ટ કરી દીધુ, પરંતુ હજુ સુધી આઈટમની ડિલિવરી નથી થઈ. એ લોકોએ મારો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે. શબાનાની આ ટ્‌વીટ પછી તેમની સાથે ઠગાઈનો આ મામલો વાયરલ થઈ ગયો. ફેન્સ અને યૂઝર્સ તેમને સલાહ આપવા લાગ્યા. મુંબઈના અંધેરી લોખંડવાલા-ઓશિવારા સિટિઝન ઓર્ગેનાઈઝેશન એ યૂઝર્સમાં રહ્યા, જેમણે શબાનાની ટ્‌વીટ પર સૌથી પહેલા કોમેન્ટ કરી તેમની મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ ઓર્ગેનાઈઝેશને શબાનાને સૂચન કર્યું કે, આ અંગે પોલીસમાં ફરિયાદ કરે.

આ ઓર્ગેનાઈઝેશને શબાનાની ટ્‌વીટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘મેડમ ગૂગલ પર દારુની દુકાનોના જે નંબર દર્શાવાય છે, તેમાંથી ૯૯ ટકા ખોટા હોય છે. તમારી સાથે ‘લિકર લિક્વિડિઝ’એ છેતરપિંડી નથી કરી, પરંુત કોઈ સામાન્ય ઠગોએ તમને લૂટ્યા છે. મહેરબાની કરી પોલીસમાં ફરિયાદ કરો અને આ મુદ્દે જાગૃતિ વધારો, કેમકે હજારો લોકોની મહેનતની કમાણી આ રીતે લૂટી લેવાઈ છે.

બીજી તરફ, ટ્‌વીટ પર રિપ્લાય કરતા ઘણા યૂઝર્સે ઓનલાઈન ઠગાઈના પોતાના અનુભવ શેર કર્યા છે. એક યૂઝરે લખ્યું કે, ‘લિવિંગ લિક્વિડિઝના નામે નકલી નંબર/લોકો છે, હું વ્યક્તિગત રીતે એક જ નંબરથી છેતરપિંડીના ૩ બનાવો જાણું છું, જેમાં ૪૨ હજાર રૂપિયાની ઠગાઈ થઈ.’ એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘શું આ દારુની દુકાનનું કૌભાંડ છે, જે આખા મુંબઈમાં ફેલાયેલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.