Western Times News

Gujarati News

શમિતાએ રાકેશ બાપટને ચા ઓછી પીવાની સલાહ આપી

મુંબઈ, બિગ બોસ ઓટીટીના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનું બોન્ડિંગ જાેવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા તેઓ શિલ્પા શેટ્ટીની રેસ્ટોરામાં ડિનર ડેટ માણી હતી. આ સિવાય રાકેશ બાપટ શમિતા શેટ્ટીને કંપની આપવા માટે તેની સાથે સલૂનમાં પણ ગયો હતો.

આ દરમિયાન બંનેની ક્યૂટ કેમેસ્ટ્રી જાેવા મળી હતી. રવિવારે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન કર્યુ હતું અને ફેન્સના કેટલાક સવાલના જવાબ આપ્યા હતા. સેશન દરમિયાન એક ફેને શમિતા શેટ્ટીને રાકેશ બાપટની કઈ આદત તેને નથી ગમતી તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, રાકેશ બાપટ ચા વધારે પીવે છે અને તેની તે વાત તેને પસંદ નથી.

તેણે રાકેશ બાપટને ચા પીવાની આદતને ઓછી કરવાની પણ સલાહ આપી હતી. તો રાકેશ બાપટે શમિતાને કહ્યું હતું કે, તે ચા પીવાનું ઓછી તો કરી દેશે પરંતુ તેણે તેની ચા બનાવવાની સ્કિલને ટ્રોલ કરવાનું બંધ કરવું પડશે. તો શમિતાએ તરત જ જવાબ આપતા કહ્યું કે, તેને આદુ અને મસાલાવાળી ચા બનાવતા આવડે છે અને તેણે એકવાર રાકેશને પીવડાવી પણ હતી. તેણે કહ્યું હતું કે, રાકેશે તેનું નામ ખરાબ કરી દીધું.

શમિતા શેટ્ટી બિગ બોસ ૧૫માં ભાગ લેવાની છે, જેનું પ્રીમિયર ૨ ઓક્ટોબરે છે. રાકેશ બાપટને પણ શો માટે ઓફર મળી છે, જાે કે તે હજી વિચારી રહ્યો છે. તેણે એક ફેને તેને પણ શોમાં જવાની વિનંતી કરી હતી. તો શમિતા શેટ્ટીએ કહ્યું હતું ‘લોકો પણ ઈચ્છે છે કે તું પણ બિગ બોસમાં ભાગ લે, તારે કંઈ કહેવું છે’. તો રાકેશે કહ્યું હતું કે ‘મારે કંઈ કહેવું નથી.

બિગ બોસ ઓટીટીમાં ગયો ત્યારે વિચાર્યું નહોતું કે અહીંયા સુધી પહોંચીશ. તેથી, આ ર્નિણય અંગે વિચારવા માટે મારે હજી પણ સમય જાેઈએ છીએ. ઉલ્લેખનીય છે કે, શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ બિગ બોસ ઓટીટીના ઘરમાં કનેક્શન બનીને ગયા હતા. ઘરમાં એક મહિનો સાથે રહેવા દરમિયાન તેમની વચ્ચેની નિકટતા વધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.