શમિતા ગાળો બોલે છે ત્યારે કરણ ચુપ કેમ રહે છે?
મુંબઈ, બિગ બોસ ઓટીટીને કરણ જાેહર હોસ્ટ કરી રહ્યો છે અને બિગ બોસના ઘણાં ફેન્સ કરણની હોસ્ટિંગને પસંદ નથી કરી રહ્યા. લોકોને લાગે છે કે કરણ પક્ષપાત કરે છે અને તમામ સાથે એકસરખું વર્તન નથી કરતો. માત્ર દર્શકો જ નહીં, બિગ બોસના ઘરના સભ્યો પણ સવાલ કરી રહ્યા છે. રવિવારના એપિસોડમાં દિવ્યા અગ્રવાલ અને ઝીશાન ખાનની કરણ જાેહરે ખુબ ટીકા કરી. દર્શકોની સાથે સાથે હવે ઘરમાં પણ ચર્ચા શરુ થઈ ગઈ છે કે કરણ જાેહર શમિતા શેટ્ટીને સપોર્ટ કરે છે. ઝીશાન ખાન અને મિલિંગ ગાબા વીકેન્ડ કા વાર એપિસોડ પછી આ બાબતે ચર્ચા કરતાં દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં ઝીશાન ખાન અને અક્ષરા સિંહ વચ્ચે લડાઈ થઈ હતી.
કરણ જાેહરે ઝીશાન ખાનો ક્લાસ લઈ લીધો હતો. તેને આખા એપિસોડમાં પાછળ બેસાડવામાં આવ્યો અને ઈગ્નોર કર્યો. એપિસોડ પછી ઝીશાન અને મિલિંદ આ બાબતે ચર્ચા કરી રહ્યા હતા. ઝીશાન કહે છે કે મને પોતાનો પક્ષ વ્યક્ત કરવાની તક મળવી જાેઈતી હતી. માત્ર એક લાઈન માટે મને મહિલા વિરોધી કહેવામાં આવ્યો. જ્યારે મને ૧૦૦૦ વાતો કહેવામાં આવી, તેની વાત કોઈ નથી કરતું.
ઝીશાનની વાત સાંભળીને મિલિંદે કહ્યું કે, આ બાબતમાં તમામ મહિલા કન્ટેસ્ટન્ટનો મત પૂછવામાં આવ્યો, પણ છોકરાઓને કંઈ પૂછવામાં ના આવ્યું. શમિતા શેટ્ટીએ નિશાંતને ગાળો આપી અને પછી માફી માંગી લીધી અને કરણ જાેહરે કંઈ જ ના કહ્યું. પરંતુ જ્યારે ઝીશાને માફી માંગી તો કરણે સ્વીકાર ના કર્યો. કરણ જાેહર પક્ષપાત કરે છે. વીકેન્ડ કા વાર એપિસોડ પછી સોશિયલ મીડિયા પર પણ કરણ જાેહરની ખૂબ ટીકા થઈ રહી છે. બિગ બોસના પૂર્વ કન્ટેસ્ટન્ટ સુયશ રાયે પણ કરણ જાેહરની ખુબ ટીકા કરી અને તેને લૂઝર પણ કહ્યો. તેણે કરણને ટેગ કરીને લખ્યું કે, તમે સલમાન ખાન નથી.SSS