શમિતા-રાકેશ બિગ બોસથી બહાર નીકળ્યા બાદ સંપર્કમાં
મુંબઈ, બિગ બોસ ઓટીટી હાલમાં જ ખતમ થયું હતું અને દિવ્યા અગ્રવાલ તેની વિનર બની હતી. જ્યારે પ્રતિક બિગ બોસ ૧૫ની ટિકિટ લઈને બહાર થયો હતો, નિશાંત ભટ્ટ ફર્સ્ટ રનર-અપ બન્યો હતો અને શમિતા સેકન્ડ રનર-અપ રહી હતી. તો રાકેશ બાપટ ચોથા સ્થાને રહ્યો હતો. બિગ બોસ ઓટીટી દરમિયાન શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ વચ્ચે નિકટતા જાેવા મળી હતી. વચ્ચે થોડા એવા દિવસ હતા જ્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ આ સિવાય તેઓ હંમશા એકબીજાનો સપોર્ટ કરતા જાેવા મળ્યા હતા.
શમિતા અને રાકેશે તેઓ એકબીજાને પસંદ કરતા હોવાની કબૂલાત પણ કરી હતી. રાકેશ બાપટે હાલમાં બોલિવુડ લાઈફને આપેલા ઈન્ટરવ્યૂમાં શમિતા શેટ્ટી સાથેના બોન્ડ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે મેં તેની સાથે વાત કરી હતી. અમે સંપર્કમાં છીએ. મેં તેને બહાર મળવા કહ્યું હતું કારણ કે ઘરમાં તમને અન્ય વ્યક્તિ વિશે વધારે જાણવા મળતું નથી. તમે લોકોએ બિગ બોસના ઘરમાં જે જાેયું તે ફેક નહોતું.
તે ખૂબ સારી વ્યક્તિ છે અને મને તેના વિશે વધારે જાણવાનું ગમશે. ભવિષ્યમાં શું થાય છે તે જાેઈએ. બિગ બોસ ઓટીટીના ઘરમાં શમિતા તેને કંટ્રોલ કરી રહી હોવાનું કેમ લાગતું હતું તે અંગે રાકેશે કહ્યું હતું કે ‘હું બાળપણથી જ બળવાખોર છું. મને મારા માતા-પિતા જે કહેતા હતા તેનાથી ઉલ્ટુ હું કરતો હતો. મેં તેને આ વિશે કહ્યું હતું. તે પોતાની ક્લોઝ વ્યક્તિઓની સંભાળ રાખે છે.
તે એક્સપ્રેસિવ છે અને હું નથી. તેથી હું અલગ રીતે દરેક બાબત સાથે ડીલ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, શો દરમિયાન શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ સૌથી વધારે ચર્ચિત કન્ટેસ્ટન્ટ્સ હતા. બંને ઘણીવાર એકબીજાને હગ કરતા અને કિસ કરતા જાેવા મળ્યા હતા.SSS