શમિતા શેટ્ટી-રાકેશ બાપતના સંબંધોમાં ખટાશ આવી ગઈ
મુંબઈ, બિગ બોસ ઓટીટીની શરૂઆતમાં કન્ટેસ્ટન્ટ્સની જાેડી કનેક્શનના આધારે બનાવવામાં આવી હતી. શમિતા શેટ્ટીએ કનેક્શન તરીકે રાકેશ બાપત પર પસંદગી ઉતારી હતી. બિગ બોસ ઓટીટીના ઘરમાં ગયા તે પહેલા શમિતા શેટ્ટી અને રાકેશ બાપત એકબીજાને ઓળખતા પણ નહોતા. પરંતુ શોમાં સાથે રહેવા દરમિયાન બંનેનું જબરદસ્ત બોન્ડિંગ થઈ ગયું હતું.
તેમની વચ્ચે થતાં મીઠા ઝઘડા અને કેમેસ્ટ્રી પણ ફેન્સને પસંદ આવતી હતી. પરંતુ થોડા દિવસ પહેલા બિગ બોસે કન્ટેસ્ટન્ટ્સને કનેક્શનથી છુટા પાડ્યા બાદ શમિતા શેટ્ટી અને રાકેશ બાપત વચ્ચે ખટાશ આવી ગઈ હતી. શમિતા શેટ્ટી અને રાકેશ બાપત વચ્ચે આ દિવસો દરમિયાન ઘણીવાર ઝઘડા પણ થયા હતા. રાકેશ કે જે નારાજ થયેલી શમિતાને મનાવવા માટે ગમે તે કરતો હતો અને કિસ પણ કરી લેતો હતો તેનું ઉગ્ર વર્તન જાેવા મળ્યું હતું.
તેના આ વર્તનથી શમિતા શેટ્ટીને ઠેસ પહોંચી હતી. ‘સન્ડે કા વાર’ એપિસોડમાં, કરણ જાેહરે પણ દખલગીરી કરી હતી અને કેટલાક સવાલ પૂછ્યા હતા. કરણ જાેહરે શમિતા શેટ્ટીને તેને શું થયું છે તેમ પૂછ્યું હતું તેમજ તેના પ્રત્યેના ખરાબ વર્તનના કારણે રાકેશની આકરી ઝાટકણી પણ કાઢી હતી. પોતાની સ્થિતિ વિશે વાત કરતાં, શમિતાએ આખરે તેને રાકેશ પ્રત્યે ખરેખર લાગણી હોવાનું કબૂલ્યું હતું. તેણે તેમ પણ કહ્યું હતું કે, તે પોતાની લાગણી માટે પોતાની જાતને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી રહી છે.
મને તે ખરેખર ગમે છે’, તેમ તેણે કહ્યું હતું. શમિતાએ ઉમેર્યું હતું કે, તેને લાગે છે કે જાે રાકેશ તેનાથી દર રહેવા માગતો હોય તો તેનું વર્તન તેને પણ ખૂંચે છે. બાદમાં, શમિતા અને રાકેશ સાથે બેઠા હતા અને તેમના મતભેદો વિશે વાત કરી હતી. વાતચીત દરમિયાન શમિતાએ કહ્યું હતું કે ‘એવુ લાગે છે કે, મને એકલીને આ જાેઈએ છીએ અને તું આમા પડવા માગતો નથી.
પરંતુ હવે હું થાકી ગઈ છું અને તેમાથી બહાર નીકળવા માગુ છું. એક્ટ્રેસ રાકેશને પણ તેને પોતાના પ્રત્યે કોઈ લાગણી છે કે નહીં તે અંગે કબૂલાત કરવા કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે તે સત્ય જાણવા માગે છે. તેના સવાલ પર રાકેશ બાપતે કબૂલાત કરી હતી કે ‘મને તું ગમે છે, મને તે ખૂબ જ ગમે છે’. બાદમાં તેઓ એકબીજાનો હાથ પકડીને લિવિંગ એરિયામાં બેસી રહ્યા હતા. આ દરમિયાન શમિતા શેટ્ટીનો ચહેરો રડમસ થઈ ગયો હતો. ગત અઠવાડિયાની શરૂઆતમાં, શમિતા શેટ્ટી નેહા ભસિન સાથે બેસીને રાકેશના કારણે પહોંચેલી પીડા વિશે વાત કરતી જાેવા મળી હતી. પોતાની લાગણી વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું કે ‘અમારું કદાચ બળજબરીથી કનેક્શન થયું હતું તેમ લાગે છે.SSS