શમિતા શેટ્ટી શિલ્પાનો મેસેજ જોઈને ભાવુક થઈ
મુંબઈ, બિગ બોસ ઓટીટીમાં આ અઠવાડિયે દરેક કન્ટેસ્ટન્ટનું ચોંકાવનારું રૂપ જાેવા મળ્યું પરંતુ સૌથી વધુ આશ્ચર્ય શમિતા શેટ્ટીના બદલાયેલા રૂપને જાેઈને થયું. પહેલા અઠવાડિયે જ શમિતા શેટ્ટી ઘરમાં કેટલાક સભ્યો સાથે ઝઘડી પડી હતી. હાલના એપિસોડમાં જ નિશાંત ભટ્ટ સાથે શમિતાનો જાેરદાર ઝઘડો થયો અને તે ભાંગી ગઈ અને રડવા લાગી. શમિતાની તબિયત બગડતાં મેડિકલ રૂમ લઈ જવાની સ્થિતિ પેદા થઈ હતી. આ મુશ્કેલ સમયમાં શમિતા શેટ્ટી પોતાની મમ્મીને યાદ કરી રહી હતી. શમિતાને એ વાતે શરમ આવતી હતી કે તેની મમ્મીને તેનું આ રૂપ જાેવું પડ્યું. ઘરના બાકીના સભ્યોએ શમિતાને માંડ-માંડ છાની રાખી અને હિંમત આપી હતી. શમિતાની આ હાલત જાેયા બાદ શિલ્પાએ તેના માટે એક ખાસ વિડીયો મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ ‘બિગ બોસ’ની પૂર્વ કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ હિના ખાન મારફતે આવ્યો હતો. હિના શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવી હતી અને તેણે ઘરના સભ્યોને કેટલાક ટાસ્ક કરાવ્યા હતા.
રક્ષાબંધનનો તહેવાર હતો અને આ જ એપિસોડમાં હિના શોમાં આવી હતી ત્યારે કન્ટેસ્ટન્ટ્સના ભાઈ-બહેનો તરફથી તેમના માટે ખાસ સરપ્રાઈઝ લઈને આવી હતી. શિલ્પા શેટ્ટી તરફથી મળેલો મેસેજ જાેઈને શમિતા ભાવુક થઈ હતી. શિલ્પાએ વિડીયોમાં શમિતાને કહ્યું હતું કે, તેમની મમ્મીની તબિયત સારી છે. સાથે જ શિલ્પાએ શમિતાને પોતાની ગેમ યોગ્ય રીતે રમવાની સલાહ આપી હતી.
આ સાંભળીને શમિતા રડવા લાગી હતી. ઉલ્લેખનીય છે કે, જુલાઈ મહિનામાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મો બનાવાના કેસમાં ધરપકડ થઈ હતી. રાજ પર લાગેલા ગંભીર આરોપોના કારણે શિલ્પા અને તેનો પરિવાર મુશ્કેલીમાં મૂકાયેલા છે. રાજની ધરપકડ બાદ શિલ્પાએ શૂટિંગથી દૂરી બનાવી હતી. તો બીજી તરફ પરિવારને મુશ્કેલીમાં છોડીને શમિતા બિગ બોસ ઓટીટીમાં આવી હતી. તેણે શોની પ્રીમિયર નાઈટમાં કહ્યું હતું કે, તેની વ્યક્તિગત લાઈફમાં જે કંઈપણ થયું તેના ઘણાં સમય પહેલા તે શો માટે હા પાડી ચૂકી હતી.SSS