શમીને કોચે સમજાવીને મેદાનમાં ટકાવી રાખ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Shami.jpg)
નવી દિલ્હી, મોહમ્મદ શમી પોતાની પત્ની હસીન જહાં સાથેના સંબંધમાં ખટરાગને કારણે ઘણો પરેશાન હતો. અંગત જીવનની સમસ્યાઓ પ્રોફેશનલ કરિયરને પણ પ્રભાવિત કરતી હતી. એક એવો સમય આવ્યો હતો જ્યારે તેણે ક્રિકેટ છોડવાનો ર્નિણય લઈ લીધો હતો.
પરંતુ ત્યારપછી તેણે સંઘર્ષ કરીને જબરદસ્ત કમબેક કર્યું. તેણે પોતાની સમસ્યાઓ પર જીત મેળવી. ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે જણાવ્યું કે શમી ઘણો પરેશાન હતો. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે બેસીને ભરત અરુણે શમી સાથે વાતચીત કરી અને સમજાવ્યો.
ભરત અરુણે જણાવ્યું કે, શમી ભાંગી પડ્યો હતો. તે રમત છોડવાનો હતો. પછી રવિ અને મેં બેસીને તેની સાથે વાત કરી. તે ઘણો ગુસ્સામાં હતો. શમીએ મને જણાવ્યું કે તેને જીવન પ્રત્યે આક્રોશ છે અને બધું જ છોડવા માગે છે. અમે તેને કહ્યું કે, તને ગુસ્સો આવે છે તે સારી વાત છે.
તારે ગુસ્સામાં હોવુ જ જાેઈએ. તારા માટે આનાથી સારી કોઈ વસ્તુ હોઈ નથી શકતી. અરુણ જણાવે છે કે, અમારો જવાબ સાંભળીને શમી ચોંકી ગયો હતો. તેણે અમને પૂછ્યું કે, તમે આ કેવી વાત કરી રહ્યા છો. તો અમે તેને સમજાવ્યો કે, તમે એક ફાસ્ટ બોલર છો. ગુસ્સો તમારા માટે સારી વાત છે.
બોલિંગના માધ્યથી ગુસ્સાને બહાર કાઢો. જીવને તમને એક ગુસ્સાવાળા વ્યક્તિમાં બદલી કાઢ્યા છે, પણ તમે શું કરી શકો છો? તમે ક્રિકેટ છોડી શકો છો, તે તમારી મરજી છે. અથવા તો બીજાે વિકલ્પ એ છે કે તમારી જાતને પૂછો કે આ ગુસ્સાને કેવી રીતે કેન્દ્રિત કરી શકાય છે. તુ તારા શરીર પર ધ્યાન આપ.
એક મહિના માટે એનસીએ જા અને શરીરને યોગ્ય શેપમાં કરીને આવ. ગુસ્સો ત્યાં જઈને નીકાળ. કોઈ ચર્ચાની જરુર નથી, જે કહેવામાં આવ્યુ છે તે કરો. મોહમ્મદ શમીએ પછી ઘણી મહેનત કરી. તેણે પોતાના ગુસ્સાનો યોગ્ય ઉપયોગ કર્યો અને એક મજબૂત વ્યક્તિ બની ગયો.
ભરત અરુણ જણાવે છે કે, તેનો જેટલો ગુસ્સો હતો તે બોલિંગમાં ઉતાર્યો. વધારે પડતો ગુસ્સો સારી વાત નથી, પરંતુ નિયંત્રિત ગુસ્સો સારી વાત છે. ગુસ્સાને કારણે શમીના પર્ફોમન્સમાં સુધારો જાેવા મળ્યો. તે પહેલા કરતા વધારે ફોકસ સાથે બોલિંગ કરવા લાગ્યો. તેને પોતાના પ્લાન વિષે ખબર પડવા લાગી. ફીલ્ડ પર જતા પહેલા તેના દિમાગમાં એક પ્લાન તૈયાર થતો હતો.SSS