શરતોનો ભંગ કરતા RBIએ મહારાષ્ટ્રની વધુ બે બેંકના લાયસન્સ રદ કર્યાં
નવી દિલ્હી, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ મહારાષ્ટ્રની બે બેંકના લાસન્સ રદ કર્યા હોવાની જાણકારી મળી હતી. એવી પહેલી બેંક કોલ્હાપુરની સુભદ્રા લોકલ એરિયા બેંક હતી અને બીજી બેંક ઑફ કરાડ હતી.
રિઝર્વ બેંકે એક નિવેદન પ્રગટ કરીને કહ્યું હતું કે સુભદ્રા લોકલ એરિયા બેંકે 2019-20ની બે ત્રિમાસિક દરમિયાન લઘુતમ નેટવર્થની શરતનો ભંગ કર્યો હતો. જો કે આ બેંક પાસે પોતાના ખાતેદારોના પૈસા પાછા આપવા જેટલી રોકડ હતી. રિઝર્વ બેંકે વધુમાં કહ્યું હતું કે જે રીતે આ બેંક કામ કરી રહી હતી એ જોતાં હાલના અને ભાવિ ગ્રાહકોનાં હિત જોખમાઇ શકતાં હતાં. માટે આ નિર્ણય લેવો પડ્યો હતો.
બીજી જે બેંકના લાયસન્સને રદ કરવામાં આવ્યું એ કરાડ જનતા સહકારી બેંક વિશે રિઝર્વ બેંકે કહ્યું હતું કે આ બેંક પાસે પૂરતી અસ્ક્યામતો અને કમાણીની શક્યતા નહોતી એટલે એની સામે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પૂરી થાય એ સાથે ખાતેદારોને તેમનાં નાણાં પાછાં મળે એવી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.