શરદી-ઉધરસ-કફમાં રાહત આપે છે આ સરળ, સસ્તો દેશી ઉપચાર
શરીરને સ્વસ્થ રાખવા માટે ગરમ હૂંફાળું પાણી પીવાની સલાહ
શરીરને સ્વસ્થ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ પાણીને હુંફાળું કરીને પીવામાં આવે તો તેના ગુણ અનેકગણા વધી જાય છે. પાણી શરીરને હાઇડ્રેટડ રાખે છે. પાણીના સેવનથી પેશાબ પણ છૂટથી આવે છે જેથી શરીરમાના વિષાણુઓ મૂત્ર વાટે બહાર નીકળી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના અનુસાર, રાતના સુતી વખતે પાણી પીવાથી ઘણા લાબ થાય છે.
સંશોધનો દ્વારા સાબિત થયુ છે કે, સામાન્ય તેમજ ઠંડુ પાણી પીવાના સ્થાને હુંફાળુ પાણી પીવાની આદત નાખવી જાેઇએ. રાતના સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી સ્વાસથ્યને લાભ થાય છે.
રાતના સૂતા પહેલા પાણી પીવાનો લાભ ઃ રાતના સૂતા પહેલા ગરમ પાણી પીવીથા શરીર હાઇડ્રેટેડ રહે છે. જેથી રક્તસંચાર વ્યસ્થિત થાય છે. ગરમ પાણી પીવાથી કોશિકાઓને પોષણ મળે છે તેમજ કોશિકાઓમાં પણ ઝેરી તત્વો બહાર ફેંકવામાં સહાયક છે. સૂતા પહેલા હુંફાળુ પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.
મૂડ સુધારવા માટે ફાયદાકારક ઃ રાતના સૂતા પહેલા હુંફાળુ પાણી પીવાથી મૂડ સારો થાય છે. સાલ ૨૦૧૪માં કરવામા આવેલા એક સંશોધન અનુસાર પાણીની કમી વ્યક્તિના મુડને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે. એવામાં અધિક પાણી પીવાથી આ પ્રકારની સમસ્યા સરળતાથી દૂર થાય છે. સંશોધનમાં સાબિત થયું છે કે, વધુ પ્રમાણમાં પાણી પીનારા લોકોનો મૂડ શાંત અને સકારાત્મક રહે છે.
મેટાબોલિઝમમાં સુધારો કરે છે ઃ સંશોધનોથી સાબિત થયુ છે કે, હુંફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેમજ શરીર પરનો મેદ ઘટાડવામાં મદદ મળે છે. ગર્મ પાણી પીવાથી આહારમાના ચરબીના અણુઓને ઝડપથી તોડવામાં મદદ કરે છે, જેથી વજન ઘટે છે. એવામા રાતના ભોજન પછી એક ગ્લાસપાણી પીવાથી સ્વાસ્થ્યને ગુણકારી છે.
પાચનકિર્યાને સુધારે છે.
ભોજન પછી ગરમ પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે. આ ઉપરાંત રક્તપ્રવાહ વધે છે, માંસપેશિયોને આરામ મળે છે અને શરીરમાંના ઝેરી તત્વો બહાર ફેંકવામાં સહાયક છે. સૂતા પહેલા હુંફાળુ પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થતી નથી.
શરદી-ઉધરસ-કફમાં રાહત આપે છે તેમજ નાક બંધ થયું હોય તો ખૂલી જાય છે ઃ હુંપાળુ પાણી પીવીથા શરદી-ઉધરસમાં રાહત આપે છે. તેમજ કફ છુટો પડતા કફ સરળતાથી બહાર નીકળે છે. ગરમ પાણી પીતી વખતે ગ્લાસને પકડીને નાકને વરાળનો સેક આપીને ઊંડો શ્વાસ લેવો. સાઇનસથી પણ રાહત થાય છે. તેમજ સાઇનસના કારણે થતા માથાના દુખાવામાં પણ રાહત થાય છે. ઉપરાંત ગરમ પાણી ગળાથી નીચે ઊતરે છે ત્યારે ગળાને પણ સેક આપતું જતું હોવાથી શરદીને કારણે ગળામાં તકલીફ હોય તો તે પણ દૂર થાય છે.
થાક ઉતારે ઃ રાતના હુંફાળુ પાણી પીવાથી આખા દિવસનો થાક ઉતરે છે તેથી શરીર તાજગી અનુભવે છે.
ત્વચામાં નિખાર લાવે ઃ સામાન્ય તેમજ ઠંડુ પાણી પીવાથી કબજિયાતની તકલીફ રહે છે. કબજિયાત અનેક શારીરિક સમસ્યાઓનું કારણ બને છે. ખીલ, ચહેરા પર કરચલી થવી જેવી તકલીફો થાય છે. સવારે નિયમિત રીતે નયણા કોઠે ગરમ પાણી પીવાથી આ સમસ્યાઓથી રાહત થાય છે.
માનસિક તાણથી છૂટકારો મળે છે ઃ ગરમ પાણી પીવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉત્તમ રીતે કાર્ય કરે છે. જેથી માનસિક તાણથી છુટકારો મળે છે અને મગજને શાંતિ મળે છે.
રોગપ્રતિરોધક ક્ષમતા વધે છેઃ બદલાતી ઋતુને કારણે સ્વસ્થ રહેવામાં થોડી તકલીફ થતી હોય છે. તેથી સવારે નયણા કોઠે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે.
દાંતના દુખાવામાં ફાયદાકારક ઃ પેઢામાં થતા સડાને કારણે દાંતમાં દુખાવો થાય છે. તેથી હુંફાળુ પાણી પીવાથી રાહત થાય છે. પેડાના સોજાેમાં રાહત થતા દાંતનો દુખાવાથી છુટકારો મળે છે.
માસિક ધર્મમાં રાહત ઃ માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવાની ફરિયાદ સામાન્ય છે. આવી તકલીફમાં ગરમ પાણી લાભ આપે છે. દર છ કલાકે ગરમ પાણીને ચાની માફક પીવાથી પેટની સફાઇ થાય છે અને દુખાવાથી આરામ મળે છે.