Western Times News

Gujarati News

શરદ પવારથી ઘણી બાબતો શિખવા મળીઃ ઉદ્ધવ

પૂણે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઓછા ધારાસભ્યોની સાથે કઈ રીતે સરકાર બનાવી શકાય છે. તે બાબત તેઓ એનસીપીના નેતા શરદ પવાર પાસેથી સીખી ચુક્યા છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને ટકોર કરતા કહ્યું હતું કે, કઈ રીતે ખેતીમાં ઉત્પાદનમાં વધારી શકાય છે. કઈ રીતે ઓછા ધારાસભ્યો હોવાની સ્થિતિમાં પણ સરકાર બનાવી શકાય છે. ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ફડનવીસ કહેતા હતા કે, ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે છે.

પરંતુ અમે ઓછા ધારાસભ્યો હોવા છતાં બહુમતીવાળી સરકાર બનાવી લીધી છે. પુણેમાં વસંતદાદા શુગર ઈંન્સ્ટિટ્યૂટ આયોજિત કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે, પ્રદેશના તમામ ખેડુતોના દેવાને પૂર્ણ રીતે માફ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. થોડાક દિવસ પહેલા તેમની સરકારે પહેલી એપ્રિલ ૨૦૧૫થી ૩૧મી માર્ચ ૨૦૧૯ના ગાળા દરમિયાન ૨ લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી હતી. ભાજપ અને શિવસેનાની સાથે મળીને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી હતી. જાકે, શિવસેના દ્વારા મુખ્યમંત્રી પદ ઉપર જિદ્દી વલણ અપનાવવામાં આવતા ગઠબંધનનો અંત આવ્યો હતો. ૨૪મી ઓક્ટોબરના દિવસે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા હતા પરંતુ એક મહિનાથી વધુ સમય સુધી નાટકિય ઘટનાક્રમનો દોર ચાલ્યો હતો. આખરે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસની સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. ૨૮મી નવેમ્બરના દિવસે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મહારાષ્ટ્ર અને ઠાકરે પરિવારના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પરિવારના સભ્યએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.