શરદ પવારને યુપીએના નવા અધ્યક્ષ બનાવાય તેવી સંભાવના
નવીદિલ્હી, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ વાળી સંયુકત પ્રગતિશીલ ગઠબંધન યુપીએના અધ્યક્ષને લઇ અટકળો તેજ થઇ ગઇ છે.દેશના રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા થવા લાગી છે કે સોનિયા ગાંધી આ પદેથી રાજીનામુ આપી શકે છે અને એનસીપીના સુપ્રીમો શરદ પવારને નવા યુપીએ અધ્યક્ષ બનાવવામાં આવે જાે કે શરદ પવારેની પાર્ટીએ આ અટકળોને નકારી દીધી છે.
આ દરમિયાન જયારે મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસની સાથે મળી સરકાર ચલાવનાર શિવસેનાના પ્રવકતા સંજય રાઉતને પુછવામાં આવતા તેમણે કહ્યું કે જાે શરદ પવાર યુપીએના અધ્યક્ષ બને તો અમને ખુશી થશે પરંતુ મેં સાંભળ્યુ છે કે તેને ખુદ તેને નકારી દીધુ છે જાે સત્તાવાર રીતે આ રીતનો પ્રસ્તાવ આવશે તો અમે તેમને સમર્થન આપીશું.
રાઉત અહીં જ અટકયા નહીં અને તેમણે આ સાથે કોંગ્રેસને એક નબળી પાડી પણ ગણાવી દીધી સંજય રાઉતે કહ્યું કે હવે કોંગ્રેસ નબળી પડી ગઇ છે આથી વિરોધ પક્ષોએ એક થઇ અને યુપીએને મજબુત કરવાની જરૂરત છે. આ પહેલા શિવસેના નેતા સંજય રાઉતે ગુરૂવારે કહ્યું હતું કે એનસીપીના અધ્યક્ષ શરદ પવારમાં દેશનું નેતૃત્વ કરવાના તમામ ગુણ છે રાઉતે કહ્યું કે પવારની પાસે ખુબ અનુભવ છે અને તેમને દેશના મુદ્દાનું જ્ઞાન છે તથા તે જનતાની નસને જાણે છે તેમણે કહ્યું કે તેમની પાસે રાષ્ટ્રનું નેતૃત્વ કરવાની પુરી કાબેલિયત છે પવાર આવતીકાલે ૧૨ ડિસેમ્બરે પોતાનો ૮૦મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે રાઉતે તેમને અભિનંદન પણ પાઠવ્યા છે.
સંજય રાઉતે સોનિયા ગાંધીની જગ્યા પર પવારને લાવવાની અટકળોના જવાબમાં કહ્યું કે રાજનીતિમાં કંઇ પણ થઇ શકે છે તમે જાણતા નથી કે આગળ શું થશે. કિસાન આંદોલન પોતાની ચરમ પર છે ત્યાં સરકારને ઘેરવાની તૈયારીમાં વિરોધ પક્ષોની રાજનીતિએ નવો વળાંક લેતી નજરે પડી રહી છે આ વખતે ફરી રાજનીતિના દિગ્ગજ એનસીપી અધ્યક્ષ શરદ પવાર કેન્દ્રમાં છે ધ્યાન આપવા જેવી વાત એ છે કે રાષ્ટ્રપતિને મળી ત્રણ કિસાન કાનુન પાછા સેવાની માંગ કરવાની પુરી રણનીતિ શરદ પવાર અને સીપીએમ મહામંત્રી સીતારામ યેચુરીએ બનાવી અને તેના માટે અનેક દૌરની મુલાકાતો શરદ પવારને નિવાસે થઇ આથી ચર્ચા છે કે શરદ પવાર શું કેન્દ્રમાં વિરોધ પક્ષોના નેતૃત્વની ભૂમિકામાં આવી રહ્યાં છે વર્ષોથી શરદ પવારના વડાપ્રધાન બનવાની ઇચ્છાને લઇને પણ ખુબ રાજનીતિ ચર્ચા રહી છે મળતી માહિતી અનુસાર ખુદ કોંગ્રેસના એક મોટા નેતાએ શરદ પવારને રાષ્ટ્રીય સ્તર પર મહારાષ્ટ્ની જેમ વિરોધ પક્ષોનું ગઠબંધન બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.
રાઉતે કેન્દ્રીય મંત્રીના નિવેદન પર કે કિસાન આંદોલનની પાછળ ચીન પાકિસ્તાનનો હાથ છે અને કેન્દ્રીય મંત્રી પાસે માહિતી છે કે કિસાનોના આંદોલનની પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે તો રક્ષા મંત્રીને તાકિદે ચીન અને પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવો જાેઇએ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહ મંત્રી અને સશસ્ત્ર દળોના વડાઓએ આ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા કરવી જાેઇએ.HS