Western Times News

Gujarati News

શરદ પવારે મમતા અને પિનારાઇ અને સ્ટાલિનને અભિનંદન આપ્યા

મુંબઇ: પશ્ચિમ બંગાળ ચૂંટણી ૨૦૨૧ના પરિણામો માટે મતોની ગણતરી થઇ હતી જેમાં ટીએમસી ફરી સત્તામાં આવી છે અને મમતાની પાર્ટીની બંગાળ ચૂંટણીમાં આ સતત ત્રીજી જીત થઇ છે ટીએમસીના કાર્યકર્તાઓ અને મમતાના પ્રશંસકોએ અત્યારથી મમતા બેનર્જીીને અભિનંદન આપવા શરૂ કરી દીધા છે. એટલુ જ નહિ એનસીપી પ્રમુખ શરદ પવારે પણ આ શાનદાર જીત પર મમતા બેનર્જીને અભિનંદન પાઠવીને ટિ્‌વટ કર્યુ છે. વળી, શરદ પવારે કેરળમાં પિનારાઈ વિજયન અને તમિલનાડુમાં સ્ટાલિનની જીત પર અભિનંદન આપીને ટિ્‌વટ કર્યુ છે.

એનસીપી પ્રમુખ શરદ પવારે બંગાળમાં ટીએમસીની જીત પર મમતા બેનર્જીને અભિનંદન આપ્યા છે. શરદ પવારે અભિનંદન આપીને ટિ્‌વટ કર્યુ કે તમારી શાનદાર જીત પર અભિનંદન! આવો, આપણે લોકોના કલ્યાણ અને સામૂહિક રીતે મહામારી સામે લડવા માટે પોતાનુ કામ ચાલુ રાખીએ.

શરદ પવારે વિજયન પિનારાઈને જીતના અભિનંદન આપીને ટિ્‌વટ કર્યુ. તેમણે અભિનંદન આપીને લખ્યુ કે કેરળ ચૂંટણીમાં સતત ઐતિહાસિક જીત માટે પિનારાઈ તમને અભિનંદન. સાથે મળીને આપણે આ ચૂંટણી લડ્યા અને હવે એક સાથે આપણે કોવિડ સામ લડાઈ લડીશુ!

વળી, તમિલનાડુમાં ડીએમકેની જીત પર શરદ પવારે એમકે સ્ટાલિનને અભિનંદન આપ્યા અને લખ્યુ કે પોતાની જીત પર, વાસ્તવમાં સારી રીતે જીતના લાયક છો! તમને એ લોકોની સેવા કરવા માટે શુભકામનાઓ, જેમણે તમારામમાં વિશ્વાસ પેદા કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.