શરદ પવારે સોનિયા ગાંધી સાથે વર્તમાન રાજકીય પરીસ્થીતી અંગે ચર્ચા કરી
નવી દિલ્હી, મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરીસ્થીતી પર NCP પ્રમુખ શરદ પવાર તથા કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે નવી દિલ્હીમાં મુલાકાત થઇ હતી,આ મુલકાત બાદ NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે તેમણે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતી પર ચર્ચા કરી.પવારે સ્પષ્ટતા કરી કે સોનિયા ગાંધી સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને કોઇ વાતચીત થઇ નથી,સરકાર બનાવવાને લઇને કોંગ્રેસ અને NCPનાં પ્રતિનિધિ મંડળમાં સામેલ નેતાઓ ચર્ચા કરશે.
NCP પ્રમુખે કહ્યું કે તેમણે સોનિયા ગાંધીને મહારાષ્ટ્રની રાજકીય પરીસ્થીતી અંગે વિસ્તૃત રીતે માહિતી આપી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેંસનાં અગ્રણી નેતા એ કે એન્ટેની પણ ઉપસ્થિતી રહ્યા હતાં.પવારે જણાવ્યુ કે આગળની રાજનીતી પર બંને પક્ષોનાં નેતાઓ ચર્ચા કરશે. NCP પ્રમુખને જ્યારે પુછવામાં આવ્યુ કે તેઓ કોની સાથે છે.તેના પર ખુબ જ ગોળગોળ જવાબ આપ્યો કે તેઓ બધાની સાથે છે.આ નિવેદનનાં ઘણા અર્થો નિકળી શકે છે.અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય સભામાં વડાપ્રધાને NCP પ્રમુખની પ્રસંશા કરી હતી.ત્યાર બાદ નવા રાજકીય સમિકરણો બનવાની અટકળો થઇ રહી છે.