શરદ યાદવને કોર્ટ દ્વારા સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ અપાયો

નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવ હવે તેમની પાર્ટી ડેમોક્રેટિક જનતા દળને લાલુ પ્રસાદ યાદવની આરજેડીમાં વિલય કરવા જઈ રહ્યા છે. આ મર્જર ૨૦ માર્ચે થશે.શરદ યાદવનું નિવેદન જારી કરતા આ જાણકારી આપવામાં આવી છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિ માટે દલીલ કરતા અને વિખરાયેલા જનતા પરિવારને એકસાથે લાવવા તેમણે જરૂરી પગલું ગણાવ્યું હતું.
શરદ યાદવે એલજેડીને આરજેડીમાં વિલય કરવાના ર્નિણયને આગળ ધપાવતા કહ્યું કે તેમણે જેડીયુથી અલગ થયા બાદ ૨૦૧૮માં પોતાની પાર્ટી બનાવી હતી. તેમણે કહ્યું કે હાલની સ્થિતિ એવી છે કે ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. લોકો હવે મજબૂત વિપક્ષ તરફ જાેઈ રહ્યા છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિને જાેતા આ ર્નિણય લેવામાં આવ્યો છે જેથી વિખેરાયેલ જનતા પરિવાર ફરી એક થઈ શકે.
નોંધનીય છે કે જ્યારે નીતીશ કુમાર મહાગઠબંધન છોડીને એનડીએમાં જાેડાયા ત્યારે શરદ યાદવે તેમનો પક્ષ છોડીને પોતાની એક પાર્ટી બનાવી હતી. તે જ સમયે, હવે શરદ યાદવની તબિયત પણ ખરાબ છે. અગાઉ જીતનરામ માંઝી અને તેજસ્વી યાદવ પણ તેમને મળવા ગયા છે. આ સાથે શરદ યાદવની સામે એક નવી મુસીબત આવી છે કે હાઈકોર્ટે તેમને ફાળવેલ સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
શરદ યાદવનો સત્તાવાર બંગલો દિલ્હીના ૭ તુગલક રોડ પર છે. શરદ યાદવને ૨૦૧૭માં જ રાજ્યસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. શરદ યાદવને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવ્યાને ૪ વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
કોર્ટના આદેશ બાદ હવે શરદ યાદવે ૧૫ દિવસમાં બંગલો ખાલી કરવો પડશે. શરદ યાદવે ખુલ્લેઆમ મીડિયા સામે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને બંગલો ખાલી કરાવવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. સાથે જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરજેડી તેમને રાજ્યસભામાં મોકલી શકે છે.HS