શરવરી વાઘે સની કૌશલ સાથે ડેટિંગને અફવા ગણાવી
મુંબઇ, શરવરી વાઘે આ વર્ષે ફિલ્મ બન્ટી ઔર બબલી ૨થી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. ફિલ્મ ઓરિજિનલ બન્ટી ઔર બબલી જેટલી સફળ સાબિત નથી થઈ, પરંતુ ફિલ્મમાં કલાકારોના કામના વખાણ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં શરવરી વાઘના કામના પણ વખાણ કરવામાં આવ્યા છે.
પરંતુ અત્યારે શરવરી વાઘની ફિલ્મ કરતા તેની પર્સનલ લાઈફની ચર્ચા વધારે થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે શરવરી વાઘ વિકી કૌશલના ભાઈ સની કૌશલને ડેટ કરી રહી છે.
શરવરી અને સનીના રિલેશનશિપની ચર્ચા આમ પણ લાંબા સમયથી ચાલી રહી છે. જ્યારે શરવરી વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં હાજર રહેવા સવાઈ માધોપુર પહોંચી હતી ત્યારે આ અટકળોને વેગ મળ્યો હતો. કારણકે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં ઘણાં ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું, અને તે ઓછા લોકોમાં એક શરવરી વાઘ હતી.
શરવરી વાઘ જ્યારે લગ્નમાંથી પાછી ફરી તો ત્યારે પણ મુંબઈ એરપોર્ટ પર સની કૌશલ સાથે જાેવા મળી હતી. શું ખરેખર શરવરી અને સની કૌશલ એકબીજાને ડેટ કરી રહ્યા છે? શરવરી વાઘે આ બાબતે જવાબ આપ્યો છે. તેણે પોતાના રિલેશનશિપ બાબતે ખુલાસો આપ્યો છે. શરવરી વાઘે સની કૌશલ સાથે ડેટિંગના સમાચારને અફવા કહ્યા છે. શરવરીએ કહ્યું કે, અમે ઘણાં સારા મિત્રો છીએ અને પાછલા ચાર વર્ષથી અમે મિત્રો જ છીએ.
અફવા આખરે અફવા હોય છે. અમારા વચ્ચે કંઈ નથી. શરવરી અને સની કૌશલે કબીર ખાનની સીરિઝ ધ ફરગોટન આર્મી સાથે કામ કર્યુ હતું. ડેબ્યુ પહેલા શરવરી વાઘે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તે અનેક હિન્દી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચુકી છે.SSS