શરીરના જે ભાગમાં કેન્સર હશે, દવા ત્યાં જ અસર કરશે આડઅસર થશે નહીં
છ વર્ષથી ફેફસાંના કેન્સર પર રિસર્ચ, પેટન્ટ રજીસ્ટર કરાવી
રાજકોટ, વિશ્વમાં ૪ ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવીને લોકોમાં કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેન્સરનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય દર્દી કેન્સર સામે મકકમતાથી લડત આપી શકે તે માટે દર વર્ષે કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ત્યારે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના ફાર્મસી ભવનના પ્રોફેસરે એવું રીસર્ચ કર્યું છે. કે જેનાથી તૈયાર થનારી દવા શરીરના જે ભાગમાં કેન્સર થયું હશે ત્યાં જ વધુ અસર કરશે શરીરના અન્ય ભાગમાં કોઈ આડઅસર નહી કરે. પ્રોફેસર ડો.પ્રિયા પટેલ છેલ્લા છ વર્ષથી આ રીસર્ચ ઉપર કામ કરી રહયા છે.
અને કુલ ત્રણ તબકકા પૈકી પ્રથમ તબકકાનું રીસર્ચ પૂર્ણ કરી તેની પેટન્ટ પણ રજીસ્ટર કરાવી લીધી છે.. આ રીસર્ચની સફળતાની ખાતરી કરવા પ્રોફેસરે ઉંદર ઉપર આ કેન્સર અને તેની ફોમ્ર્યુલાની સફળ સર્જરી પણ કરી છે.
હાલ આડઅસર વિનાની કોઈ કેન્સરની દવા કે પદ્ધતિ ઉપલબ્ધ નથી ત્યારે યુનિર્વસિટીના પ્રોફેસરનું રીસર્ચ આગામી દિવસોમાં મેડીકલ ક્ષેત્રે ઉપયોગી થશે. આ પ્રકારનું રીસર્ચ ભવીષ્યમાં મનુષ્યો પર કરી તેના સફળ પરીણામો મળે તેવી પુરી શકયતા છે. જેથી ફેફસાંના કેન્સરની સારવાર સફળ નીવડશે અને આડઅસર પણ નહીં થાય.