શરીરને ડિટોક્સ કરવાથી વજન તો ઘટશે જ સાથે સ્વસ્થ પણ રહેશો
ડિટોક્સ આંતરડા અને પાચનની કાર્યક્ષમતાને વધારવામાં મદદ કરે છે. એકવાર યોગ્ય ચયાપચય ક્રિયા સ્થાપિત થઈ જાય અને પોષક તત્વોનું અવશોષણ થવા લાગે તો તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે
ફિટ એટલે કે હેલ્ધી રહેવા માટે એક્સરસાઈઝ, યોગ ઉપરાંત ડિટોક્સ સૌથી ઉત્તમ રીત છે. તેનાથી તમારું પાચનતંત્ર સારું રહે છે. હજુ હમણાં જ તહેવારો પૂરા થયા છે આ દરમિયાન મીઠાઈ, ફરસાણ અને રેસ્ટોરાના ભારે ફુડ રૂટિન પછી શરીરને ડિટોક્સ કરીને તમે પોતાને હળવાશ અનુભવશો. શરીરને ડિટોક્સ કરવાના લાભ શું છે અને કેવી રીતે કરશો તેના વિશે જાણીએ.
વેટ લોસ જનીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. ડિટોક્સ, હંમેશા દરેક પ્રકારના ડાયટ પ્લાનમાં હવે ડિટોકસનો સમાવેશ કરવામાં આવે છે તળેલો અને મસાલેદાર ખોરાક, જંક ફૂડ વગેરે તમારી પાચનક્રિયાને નબળી કરી દે છે તેથી સ્વસ્થ રહેવા અને મેટાબોલિઝમને હેલ્ધી રાખવા માટે નિયમિત રીતે ડિટોક્સ કરવું જરૂરી છે.
ડિટોક્સથી થતા સ્વાસ્થ્ય લાભ ઉર્જાનું સ્તર વધે છે ઃ સુસ્તી, ઉર્જાની ઉણપ અને થાક, આ ત્રણેય લક્ષણો ભોજન દ્વારા જરૂરી પોષકતત્વ ન મળવાનો સંકેત હોઈ શકે છે. તમારું શરીર આ પોષક તત્વોને એબ્ઝોર્બ (શોષવું) કરવામાં અસમર્થ હોય છે જયારે તમારા શરીરમાં ડિટોક્સ પદાર્થ જમા થઈ જાય છે ત્યારે તેને કારણે શરીરની સેલ્યુલર એનર્જીમાં ઉણપ અનુભવાય છે. તેથી ઉર્જાના સ્તરમાં વૃદ્ધિ કરવા માટે એક સારું ડિટોકસ રૂટિન તમારા કુશળ પાચનને શરૂ કરવામાં મદદરૂપ બની શકે છે. શરીરની સફાઈની આ અવધિ તમારી ઉર્જામાં વધારો કરે છે.
લિવરને સક્રિય બનાવે છે ઃ તમારું લિવર એક પ્રાકૃતિક ડિટોક્સ મશીન છે. તે નિયમિત રીતે સતત તમારા શરીરના ગંદા પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. જાેકે તમારા લિવરને પણ ડિટોક્સથી ફાયદો થઈ શકે છે, કારણ કે તેને કારણે તમારા લિવરને ઓવરટાઈમ કરવામાંથી બ્રેક એટલે કે રાહત મળે છે તેને કારણે લિવરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. લિવરનું સ્વાસ્થ્ય સારું હશે તો તે ચયાપચય અને ડિટોક્સનું કામ સારી રીતે કરી શકશે.
ત્વચા સાફ અને સુંદર બને છે ઃ ત્વચા એ મનુષ્યના શરીરનું મહત્વનું અંગ તો છે જ સાથે સાથે તે ડિટોક્સ પદાર્થોને દુર કરનારા અંગમાંથી એક છે. શરીરમાં કોઈ પણ ડિટોક્સ પદાર્થ એકઠા થાય અથવા અસંતુલન જણાય તો તે તમારી ત્વચા દ્વારા જણાઈ આવે છે. તે રુક્ષ, પીળી ત્વચા સ્વરૂપે દેખાઈ આવે છે તેનાથી રેશિસ થવાનું જાેખમ પણ રહે છે. ફલીન્ઝિગ ડિટોકસમાંથી પસાર થયા બદા તમે ત્વચાના સાફ, સુંદર એટલે કે સ્વસ્થ હોવાનો અનુભવ કરી શકો છો.
વેટ લોસ માટે ફાયદાકારક ઃ ડિટોક્સ તમારા આંતરડા અને પાચન બંનેની કાર્યક્ષમતાને વધારવામાં મદદ કરે છે. એક વાર જયારે યોગ્ય ચયાપચય ક્રિયા સ્થાપિત થઈ જાય અને પોષક તત્વ્નું અવશોષણ થવા લાગે ત્યારે તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
ઈમ્યુનિટીને મજબુત કરે ઃ શરીરમાં એકઠા થયેલા ટોક્સિક પદાર્થો તમારા શરીરને અંદરથી ખોખલું કરી શકે છે. તેનાથી તમારી ઈમ્યુનિટી પર પણ અસર પડે છે. ઓછી ઈમ્યુનિટીની અર્થ છે સંક્રમણ અને બીમારી માટે વધારે સંવેદનશીલતા. ખરાબ ઈમ્યુનિટી એક સંકેત છે કે તમારા શરીરને સફાઈની જરૂર છે. એક ડિટોક્સ અવધિ પછી ઈમ્યુનિટી બહુ સારી રીતે કામ કરે છે.
શરીરને ડિટોક્સ કરવાના શ્રેષ્ઠ અને સરળ ઉપાયઃ લીંબુ અને આદુંનું ડિટોક્સ ડ્રિંક ઃ આ ખરેખર અદભુત ડ્રિંક છે જે વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉત્તમ છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધું લીંબુ નિચોવીને તેમાં એક ઈંચ આદુનો ટુકડો નાખો. તેને રોજ સવારે પીવો અને એકાદ બે મહિના પછી તમારું વજન તપાસો. આદુમાં જિંજરોલ હોય છે જે પેટની સમસ્યાઓને રોકવામાં અને પાચનમાં મદદરૂપ હોય છે. લીંબુ વિટામિન સીથી ભરપુર હોય જ છે સાથે એન્ટિ ઓક્સિડેન્ટસ પણ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સ (મુકત કણો)ના ઉત્પાદન સામે લડે છે.
ખીરા અને ફુદીના ડિટોક્સ ડ્રિંક ઃ ખીરા (કાકડી) અને ફુદીનાનું મિશ્રણ શરીરમાંથી ટોક્સિક (ઝેરી) પદાર્થોને બહાર કાઢવામાં તો મદદ કરે છે જ સાથે સ્વાદમાં પણ તે સરળ લાગે છે ખીરા ફુદીના જયારે પાણીમાં નાખીને પીવામાં આવે છે ત્યારે તે પાચન માટે ખૂબ જ ઉત્તમ રહે છે.