શરીર તોડી નાખે તેવા વર્કઆઉટનો થાક દૂર કરવા આવું કરે છે ટાઈગર શ્રોફ !

મુંબઈ: ‘બાગી’ સીરિઝ અને ‘વોર’ જેવી ફિલ્મ્સમાં ભરપૂર એક્શન દ્રશ્યોથી લોકોના દિલમાં સ્થાન જમાવનાર ટાઈગર શ્રોફે તાજેતરમાં જ એક વિડીયો શૅર કર્યો હતો. જેમાં તે જારદાર ટ્રેનિંગ લઈને પોતાનો સમય પસાર કરતો જાવા મળ્યો હતો. આ વિડીયોમાં ટાઈગર શ્રોફ જિમ્નાસ્ટિક કરતા જાવા મળ્યો હતો. જાકે, હવે તેની કેટલીક એવી તસવીરો સામે આવી છે. જેમાં આ એક્ટરની પીઠ પર લાલ ચકામા (ધબ્બા) જાવા મળ્યા હતાં. આ ચકામા એવા જ છે જે રિયો ઓલિમ્પિક દરમિયાન લીજેન્ડ સ્વિમર માઈકલ ફેલ્પ્સના શરીર પર જાવા મળ્યા હતાં.
અમેરિકન સ્વિમર માઈકલ ફેલપ્સે રિયો ઓલિમ્પિકમાં ૪ ગોલ્ડ મેડલ જીતીને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. જાકે, આ સાથે જ સ્વિમિંગ પૂલમાંથી બહાર નીકળતા સમયે તેના શરીર પરના લાલ ધબ્બાઓએ પણ ફેન્સને આશ્ચર્યમાં મૂક્યાં હતાં. એ સમયે ફેન્સ વચ્ચે ચર્ચા જામી હતી કે માઈકલ ફેલપ્સ શું કોઈ બીમારીથી પીડાઈ રહ્યો છે કે પછી તે કોઈ થેરાપીની મદદ લઈ રહ્યો છે ? હવે ટાઈગર શ્રોફના શરીર પર પણ આવા જ નિશાન જાવા મળ્યા છે.
રિયો ઓલિમ્પિક સમયે ફેલ્પ્સના લાલ ધબ્બાઓ ચર્ચામાં રહ્યા હતાં. જાકે, પછીથી એવું સામે આવ્યું હતું કે, લિજેન્ડ સ્વિમરના શરીર પર આ નિશાન કપ થેરાપીના હતાં. ટાઈગર શ્રોફની શાનદાર બોડીના પણ ફેન્સ દિવાના છે. ટાઈગરનું લોખંડી શરીર જાઈને અંદાજા લગાવી શકાય છે કે તેણે કેટલી મહેનત, તાકાત, સ્ટેમિનાથી પોતાના શરીર પર હાર્ડવર્ક કર્યું છે.
કપ થેરાપી ચીનની એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. જે લેવાથી શરીરની માંસપેશિઓને આરામ રહે છે. જ્યારે શરીર પાસે ખૂબ જ મહેનત લેવામાં આવે છે ત્યારે માંસપેશિઓ તૂટતી હોય તેવું લાગે છે. જેના કારણે થતું દર્દ પણ લાંબા સમય સુધી રહે છે. જાકે, કપ થેરાપી લેવામાં આવે તો આ દર્દ લાંબો સમય સુધી ટકતું નથી.
લંડન ઓલિમ્પિક દરમિયાન માઈકલ ફેલ્પ્સ એક દિવસમાં ૧૦થી ૧૨ હજાર કેલેરી લઈ રહ્યો હતો અને એ મુજબ જ મહેનત કરતો હતો. જેથી હવે તમને અંદાજા આવી જ ગયો હશે કે આ થેરાપી લેવાની શા માટે જરુર પડે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટાઈગર શ્રોફ પણ પોતાના શરીરને જાળવી રાખવા માટે જિમમાં પણ ખૂબ જ પરસેવો વહાવે છે જેથી મસલ્સમાં દર્દમાંથી રાહત મેળવવા માટે આ થેરાપીની મદદ લેતો હોય.
આ થેરાપીમાં કાચના કપ્સને ગરમ કરીને શરીર પર રાખવામાં આવે છે. શરીરના જે ભાગમાં મસલ્સમાં પારાવાર તકલીફ થતી હોય તે ભાગમાં વધારે કપ રાખવામાં આવે છે. આ કપ બે પ્રકારના હોય છે. એક સાધારણ કપ જે ગોળ હોય છે અને એક જે દરેક બાજુથી ખુલ્લા હોય છે. આ કપને ગરમ કરીને શરીર પર રાખવામાં આવે છે. કસરત કરી એક્ટિવ રહેતા લોકો અને ખેલાડીઓ તેમજ એથ્લીટ મોટાભાગે આ થેરાપીનો ઉપયોગ પીઠ, ખભ્ભા અને જાંઘો પર કરે છે.
જે બીજા કપ હોય છે તેમાં મુખ્ય અને અન્ય એક છિદ્ર પણ હોય છે. જેને શરીર પર રાખીને નાના છિદ્ર વડે હવા નીકાળવામાં આવે છે અને પછી તે બંધ કરી દેવામાં આવે છે. જેથી કપની અંદર વેક્યૂમ બને છે અને ત્વચા ખેંચાઈને ઉપર આવી જાય છે. જ્યારે કપને હટાવવામાં આવે છે ત્યારે શરીર પર લાલ ધબ્બા રહી જાય છે. ટાઈગર શ્રોફે જે રીતે વર્કઆઉટ કરીને પોતાની ધાંસૂ બોડી બનાવી છે. તે જાઈને તમે અંદાજા લગાવી શકો છો કે તેના શરીરને કેટલું સહન કરવું પડયું હશે.