શરૂઆતમાં પવિત્ર રિશ્તા ૨.૦ માટે શહીરે ના પાડી હતી
મુંબઈ: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેની સીરિયલ પવિત્ર રિશ્તા વર્ષ ૨૦૦૯માં ઓન-એર થઈ હતી અને ૨૦૧૪માં ઓફ-એર થઈ હતી. પાંચ વર્ષ સુધી સીરિયલે દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. હવે પવિત્ર રિશ્તા’ની બીજી સીઝન ‘પવિત્ર રિશ્તા ૨.૦’ આવી રહી છે. જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. સુશાંત સિંહ જ્યારે આ દુનિયામાં નથી જ્યારે સીરિયલના બીજા ભાગમાં શહીર શેખ ‘માનવ’નું પાત્ર ભજવતો જાેવા મળશે
જ્યારે અંકિતા લોખંડે ‘અર્ચના’નું પાત્ર. માનવના રોલમાં શહીર શેખને લેતા સુશાંતના ફેન્સ નારાજ થયા છે. પરંતુ શું તમે જાણો છો કે શરુઆતમાં શહીરે પણ ‘પવિત્ર રિશ્તા ૨.૦’માં ‘માનવ’નું પાત્ર ભજવવાની ના પાડી દીધી. કારણ કે એક્ટરને ડર હતો કે લોકો તેને ‘માનવ’ના રોલમાં પસંદ નહીં કરે. આ જાણકારી શહીર શેખે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને આપી છે. જેમાં તેણે આ પાત્ર પર બાદમાં તેમ પસંદગી ઉતારી તે અંગે પણ જણાવ્યું છે. પવિત્ર રિશ્તા ૨.૦ના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરીને શહીરે લખ્યું છે
‘જ્યારે પહેલા પવિત્ર રિશ્તા માટે મારો સંપર્ક કરવામાં આવ્યો તો મેં ના પાડી દીધી હતી. કારણ કે સુશાંત સિંહ રાજપૂતે જે પાત્રને અમર કરી દીધું છે તેને વળી કોણ ભજવવા ઈચ્છશે? મેં ખરેખર ના પાડી દીધી હતી પરંતુ બાદમાં વિચાર્યું હતું કે જાે સુશાંત હોત તો આ પડકારને તરત સ્વીકારી લેત. તેથી, જાે સુશાંત મારી જગ્યાએ હોત તો શું કરત તે જ મેં કર્યું. મેં ચેલેન્જ સ્વીકારી અને તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે ટીમે મને જણાવ્યું કે, તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર છે જે પ્રામાણિક હોય જેનાથી આપણે તમામ સુશાંતની વિરાસતને એક પર્ફેક્ટ ટ્રિબ્યૂટ આપી શકીએ, તો મેં તરત મારું બધું સોંપવાનું અને બાકી તમામ દર્શકો તેમજ ભગવાન પર છોડી દેવાનો ર્નિણય લીધો.