Western Times News

Gujarati News

શરૂઆતમાં લોકો સાઉથની ફિલ્મોને મજાક તરીકે લેતા હતા: યશ

મુંબઇ, હિંદી ફિલ્મના દર્શકો હવે સાઉથ ફિલ્મોને પસંદ કરવા લાગ્યા છે. આ જ કારણ છે કે, બાહુબલી, KGF, Pushpa: The Rise તેમજ RRR જેવી ફિલ્મો હિટ ગઈ છે અને બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે.

ગત મહિને યોજાયેલી IIFA એવોર્ડ શોની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા સલમાન ખાને સાઉથની ફિલ્મોને મળી રહેલા પ્રતિસાદના વખાણ કર્યા હતા તેમજ હિંદી ફિલ્મો સાઉથમાં કેમ નથી ચાલતી તેવો સવાલ પણ કર્યો હતો.

KGF ચેપ્ટર ૨ના એક્ટર યશે હાલમાં સલમાન ખાનના સવાલનો પર્ફેક્ટ જવાબ આપ્યો હતો. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં યશે કહ્યું હતું કે, ‘તેવું કંઈ જ નથી’. તેના જણાવ્યા પ્રમાણે, સાઉથની ફિલ્મોને આ પ્રકારનો રિસ્પોન્સ પહેલા ક્યારેય મળતો નહોતો.

એક્ટર યશે જણાવ્યું હતું કે, લોકોએ અહીંયા ડબ વર્ઝન શરૂ કરતાં ફિલ્મોને સફળતા મળી, જે પ્રકારનું કન્ટેન્ટ સાઉથમાં બને છે તેનાથી પરિચિત થયા. શરૂઆતમાં, સાઉથની ફિલ્મોમાં પીરસાતા મનોરંજનને એક મજાક તરીકે લેવામાં આવતું હતું અને કોઈએ તેને મહત્વ આપ્યું નહોતું.

તેણે ઉમેર્યું હતું કે, હવે લોકો તેમના સિનેમા અને સ્ટોરીટેલિંગથી જાણીતા થયા છે. તેથી, આ રાતોરાત નથી બન્યું. યશે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આ થયું છે અને લોકો કન્ટેન્ટ, એક્સપ્રેશન ઓફ ડિરેક્શનને સમજતા લાગ્યા છે.

દર્શકો એસ.એસ. રાજમૌલી સરની પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘બાહુબલી’ સાથે તરત કનેક્ટ કરી શક્યા અને તે હિટ ગઈ. જે બાદ ફિલ્મ KGF આવી અને તેનો પણ થિયેટરમાં ચાલુ ચાલ્યો.

યશે ઉમેર્યું હતું કે, ‘આપણી સંસ્કૃતિમાં ઘણા તફાવત છે અને તે આપણી નબળાઈના બદલે આપણી શક્તિ બનવી જાેઈએ’, તેણે તે મુદ્દા તરફ પણ ધ્યાન દોર્યું હતું કે, નોર્થની ઘણી ફિલ્મો છે જે હિટ રહી છે. ત્યાંના લોકો પણ હિંજી ફિલ્મો જુએ છે અને એક્ટર્સના કામને પસંદ કરે છે.

એક્ટર યશ અને ટીમ હાલ ફિલ્મ KGF ચેપ્ટર ૨ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં સંજય દત્ત અને રવીના ટંડન પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૧૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.