શર્જીલ ઇમામને 3 માર્ચ સુંધી પોલીસ કસ્ટડીમાં મોકલાયો
નવી દિલ્હી, જામિયા નગર રમખાણોમાં જેએનયુનાં વિદ્યાર્થી શર્જીલ ઇમામની ભૂમિકા બહાર આવ્યા બાદ તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ સાકેત કોર્ટે તેને ફરીથી માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. શર્જીલ 13 ડિસેમ્બરે હળવા પથ્થરમારાથી ખુશ નહોતો. આવી સ્થિતિમાં તેમણે લોકોને જામિયા નગરમાં મોટા રમખાણો કરવા ઉશ્કેર્યા હતા. શર્જીલ ઇમામ દ્વારા પ્રથમ વખત જામિયા નગરમાં માહોલ ખરાબ થયો હતો.
જામિયા નગરમાં 13 ડિસેમ્બરે તેમણે બે વખત ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. તે 15 દિવસથી વધુ સમય માટે શાહીન બાગમાં રોકાયો હતો. દિલ્હી પોલીસની એસઆઈટીએ તેના અવાજના નમૂના લીધા છે. ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શર્જીલ 13 ડિસેમ્બરની સવારે જામિયા નગર પહોંચ્યો હતો. તેણે જામિયા નગરમાં બપોરે ભાષણ આપ્યું હતું. સાંજે તેણે ફરી એક ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું. તેનાથી લોકોને ઉશ્કેર્યા. તેમણે પોલીસ પર લાબા સમય સુધી પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારા દરમિયાન શર્જીલ જામિયા નગરમાં અંદર ચાલ્યો ગયો હતો. 13 ડિસેમ્બરના રમખાણોની એફઆઈઆર જામિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શર્જીલ 14 ડિસેમ્બરે પણ જામિયા નગર આવ્યો હતો.15 ડિસેમ્બરે તેણે શાહીન બાગમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. પોલીસનું અધિકારીઓનું માનવું છે કે 15 ડિસેમ્બરે શર્જીલના શાહીન બાગ ખાતે અપાયેલા ઉશ્કેરણીજનક ભાષણને કારણે જામિયા નગરમાં તોફાનો થયા હતા. જોકે તે દિવસે તે જામિયા નગરમાં ન હતો. તે રાત્રે જેએનયુ ગયો હતો.