શર્માજી નમકીનના સેટ પર જૂહીને ઠપકો આપતા રહેતા હતા ઋષિ
મુંબઇ, જૂહી ચાવલા તેની અપકમિંગ ફિલ્મ ‘શર્માજી નમકીન’ની રિલીઝ માટે તૈયારી કરી રહી છે. એક્ટ્રેસે હાલમાં એક્ટર ઋષિ કપૂર સાથે છેલ્લી વખત કામ કરવા વિશે વાત કરી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે, તે ખૂબ મજા આવી હતી સાથે જ તે હૃદયભંગ કરનારું હતું.
જ્યારે તેને દિવંગત એક્ટર સાથેની સૌથી યાદગાર ક્ષણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, જૂહી ચાવલાએ કિસ્સાને યાદ કરતા કહ્યું હતું કે, તેઓ હંમેશા સેટ પર તેને ઠપકો આપતા રહેતા હતા. અને જ્યારે પણ તેઓ ઠપકો આપતા ત્યારે તે હસવા લાગતી હતી.
જૂહી ચાવલાએ એક ઘટનાને યાદ કરી હતી, જ્યાં ડિરેક્ટરના મોનિટરમાં જાેવા બદલ ઋષિ કપૂર તેના પર બૂમો પાડી હતી. એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો, ચિંટુજી સરળતાથી શોટ આપી દેતા હતા પરંતુ જ્યારે તેમનો શોટ તેની સાથે હોય ત્યારે ઘણો સંઘર્ષ કરવો પડતો હતો.
જૂહી ચાવલાને ઋષિ કપૂરના સારા શોટ સાથે મેચ ન થવાની ચિંતા થતી હતી. તેથી, એક્ટ્રસ તેણે કેવો સીન આપ્યો છે તે જાેવા માટે તરત જ મોનિટર તરફ દોડી જતી હતી. દિવંગત પીઢ એક્ટરે તેમ કહીને ઠપકો આપ્યો હતો કે, મોનિટર એ એક્ટર્સ માટે નથી અને તેથી તેણે અસુરક્ષિત એક્ટરની જેમ વર્તન કરવાનું બંધ કરી દેવું જાેઈએ.
જાે કે, એક્ટ્રેસે ઉમેર્યું હતું તે હસી પડતી હતી અને ઠપકો ખાધા બાદ પણ મોનિટર જાેવા દોડી જતી હતી. ફિલ્મ ‘શર્માજી નમકીન’ ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.
હિતેશ ભાટીયાના ડિરેક્શનાં બનેલી આ ફિલ્મ નિવૃત વ્યક્તિ વિશેની છે, જેઓ તેમના કૂકિંગના પેશન તરફ મળે છે. કેન્સર સામે જંગ લડી રહ્યા હોવા છતાં ઋષિ કપૂર ‘શર્માજી નમકીન’નું શૂટિંગ પૂરું કરવા માગતા હતા. જાે કે, ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ તેમનું નિધન થતાં ફિલ્મનું શૂટિંગ અધૂરું રહી ગયું હતું.
જે બાદ પરેશ રાવલ ફિલ્મ સાથે જાેડાયા હતા અને શૂટિંગ પૂરુ કર્યું હતું. ‘શર્માજી નમકીન’માં જૂહી ચાવલા, સોહીલ નાયર, તારુક રૈના, સતિષ કૌશિક, શીબા ચઢ્ઢા અને ઈશા તલવાર પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.SSS