Western Times News

Gujarati News

શર્લિને પોતાના નામ પર બનેલા એપ માટે કરેલા શૂટનો પહેલો ફોટો શેર કર્યો

મુંબઇ: પોર્નોગ્રાફી કેસમાં અત્યાર સુધી ઘણા લોકોના નામ સામે આવી ચૂક્યા છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પછી કેસ સાથે જાેડાયેલી ઘણી ચર્ચિત હસ્તીઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં શર્લિન ચોપરાનું પણ નામ સામેલ છે. ગયા શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચે શર્લિન સાથે ૮ કલાક સુધી પૂછપરછ કરી જેમાં તેણે ઘમા બધા સ્ટેટમેન્ટ આપ્યા છે. હવે શર્લિને પોતાના નામ પર બનેલા એપ માટે કરેલા શૂટનો પહેલો ફોટો શેર કર્યો છે. શર્લિને રાજ કુંદ્રા સહિત અન્ય એક વ્યક્તિ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. તેણે ટ્‌વીટ કર્યું છે કે- ૨૯ માર્ચ, ૨૦૧૯નો દિવસ હતો. આમ્સ્પ્રાઈમ દ્વારા આયોજિત ધ શર્લિન ચોપરા એપના પહેલા કન્ટેન્ટનું શૂટિંગ થવા જઈ રહ્યું હતું.

મારા માટે એક નવો અનુભવ હતો કારણ કે આ પહેલા હું ક્યારેય કોઈ એપ સાથે જાેડાઈ ન હતી. આશા અને જાેશનો માહોલ હતો. બે વર્ષ પહેલા શૂટ થયેલા ફોટામાં શર્લિન બિકીની ટોપ અને શોર્ટ્‌સ પહેરેલી જાેવા મળે છે. આમ તો શર્લિન પોતાની ગ્લેમરસ, ન્યૂડ અને ટોપલેસ ફોટોઝ અને વીડિયોઝ માટે જાણીતી છે પણ પોર્નોગ્રાફી કેસમાં નામ સામે આવ્યા પછી તે રાજ કુંદ્રા વિરુદ્ધ બોલવામાં સંકોચાઈ રહી નથી.
તેણે ક્રાઈમ બ્રાન્ચને આપેલા સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે- રાજ કુંદ્રા મારા મેન્ટર હતા.

તેમણે મને એ કહીને શૂટમાં ગુમરાહ કરી કે જે પણ આપણે શૂટ કરી રહ્યા છીએતે ગ્લેમર છે. તેમણે એ પણ કહ્યું હતું કે શિલ્પા શેટ્ટીને મારા વીડિયો અને ફોટોઝ પસંદ આવ્યા છે. તો રાજ કુંદ્રાએ મને વિશ્વાસ અપાવ્યો કે ન્યૂડ અને પોર્ન સામાન્ય વાત છે. આ બધા કરે છે અને હું પણ એ જ કરી રહી છું. શર્લિને આજતક સાથે વાત કરતા કહ્યું કે- જ્યારે હું રાજને મળી તો મને લાગ્યું કે મારી લાઈફ બદલાઈ જશે અને મને મોટો બ્રેક મળશે. મેં ક્યારેય નહોંતુ વિચાર્યું કે શિલ્પા શેટ્ટીનો પતિ મારી પાસેથી આવા ખોટા કામો કરાવશે.

મેં આર્મ્સપ્રાઈમની સાથે એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો અને પછી વીડિયો બનાવવા લાગી હતી. ગ્લેમરસ વીડિયોથી શરૂ કર્યા પછી મેં બોલ્ડ વીડિયો કર્યા, પછી આગળ જઈને તે સેમી ન્યૂડ થઈ ગયા અને અંતમાં મેં સંપૂર્ણ ન્યૂડ વીડિયો બનાવ્યા છે. મને હંમેશા એવું કહેવામાં આવતું હતું કે તેમાં કંઈ જ ખોટું નથી, આ બધા કરે છે. જાેકે શર્લિન પોતાના સ્ટેટમેન્ટમાં અંતમાં ફેરવાઈ જાય છે. તેણે કહ્યું કે- હું રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના વિરુદ્ધ નથી. હું પોર્નોગ્રાફીના રેકેટ ચલાવનાર વિરુદ્ધ છું. જાે તમે કોન્ટ્રાક્ટ કરીને મહિલાઓ પાસે બોલ્ડ સીન્સ કરાવો છો તેમને જણાવો કે અમે પોર્ન વીડિયો બનાવી રહ્યા છીએ.

શર્લિન રાજ કુંદ્રા વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ પણ કરાવી હતી, જેને પછીથી તેણે પાછી ખેંચી લીધી હતી. તે અંગે શર્લિને કહ્યું કે- મને કેસ પાછો ખેંચવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓ મારું કરિયર ખરાબ કરી દેશે. તે સમયે હું એકલી હતી આથી મેં ના છૂટકે કેસ પાછો ખેંચી લીધો હતો. હવે મને સમજ આવે છે કે હું ખોટી હતી. બંદૂકના ડરથી નથી કરાવામાં આવ્યું પરંતુ ગુમરાહ જરૂર કરવામાં આવી છે. ભારત બહારની કેટલીક કંપનીઓને એપ્સ માટે અશ્લીલ કન્ટેન્ટ આપવાનો આ કોન્ટ્રાક્ટ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.