શર્લિન ચોપડાએ શિલ્પાના નિવેદન ઉપર કટાક્ષ કર્યો
મુંબઈ, પોર્ન ફિલ્મો બનાવાના કેસમાં રાજ કુંદ્રા જેલમાં બંધ છે. આ કેસમાં બુધવારે મુંબઈ પોલીસે આશરે ૧૫૦૦ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટીથી માંડીને શર્લિન ચોપડા સહિત ૪૩ સાક્ષીઓના નિવેદનો છે. ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટીના એ નિવેદનનો પણ ઉલ્લેખ છે કે, જે શિલ્પા શેટ્ટીએ પૂછપરછ દરમિયાન પોલીસને આપ્યું હતું.
શિલ્પા શેટ્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તે પોતાના કામમાં વ્યસ્ત હોવાથી રાજ કુંદ્રા શું કરતો હતો તેની જાણકારી નહોતી. હવે શિલ્પાના આ નિવેદનની શર્લિન ચોપડાએ મજાક ઉડાવી છે. શિલ્પાના નિવેદન પર કટાક્ષ કરતાં શર્લિન ચોપરાએ ટિ્વટર પર એક વિડીયો શેર કર્યો છે.
વિડીયોમાં શર્લિન વર્કઆઉટ કરતી જાેવા મળે છે. તે શિલ્પાને દીદી કહીને સંબોધે છે. શર્લિન કહે છે, “કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીદીનું કહેવું છે કે, તેમને પતિના ગોરખધંધા વિશે કોઈ જાણકારી નહોતી. એટલું જ નહીં દીદીનું એમ પણ કહેવું છે કે તેને પતિની આવકના સ્ત્રોત વિશે પણ જાણકારી નથી. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એનું અનુમાન તમે પોતે લગાવી શકો છો.
આને કહેવાય યેડા બનીને પેંડા ખાવા. પોલીસની ચાર્જશીટમાં શર્લિન ચોપરાનું નિવેદન પણ સામેલ છે. જેમાં એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, તેણે સૌરભ કુશવાહા અને રાજ કુંદ્રાની કંપની આર્મ્સ પ્રાઈમ પ્રાઈવેટ લિમિટેડને શર્લિન ચોપરા એપ બનાવાનું કામ સોંપ્યું હતું.
પરંતુ તેને કમાણીનો હિસ્સો ના મળ્યો. શર્લિને નિવેદનમાં કહ્યું હતું, “મને મારા હકની ૫૦ ટકા રકમ આપવામાં આવી નથી. રાજ કુંદ્રાએ મને હોટશોટ્સ એપમાં કામ કરવાની ઓફર આપી હતી. આ પણ આર્મ્સ પ્રાઈમ પ્રાઈવેટ લિમિટેડની જ એપ છે. મને કહેવામાં આવ્યું કે, હોટશોટ્સ સાથે કામ કરવાનો ર્નિણય એકદમ સાચો હશે. મને કહેવાયું હતું કે, આ એપ પર બોલ્ડ કન્ટેન્ટ હશે. પરંતુ અમે આ મુદ્દે કોઈ ર્નિણય પર નહોતા પહોંચી શક્યા.SSS