શર્લિન ચોપરાની ૮ કલાક પૂછપરછ દરમ્યાન મુંબઈ ક્રાઈમ બ્રાંચને શું કહ્યું
મુંબઈ ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલે પૂછપરછ કરી -પોલીસે શર્લિનને એવું પણ પૂછ્યું કે રાજ તેના ઘરે ક્યારે અને કેટલીવાર આવ્યો અને તેના આવવાનો હેતુ શું હતો
મુંબઈ, અશ્લીલ ફિલ્મોના કેસમાં ફસાયેલા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા (Shilpa Shetty husband Raj Kundra) સાથેના સંબંધો બાબતે એક્ટ્રેસ શર્લિન ચોપરાની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની (Mumbai Crime Branch Property Cell) પ્રોપર્ટી સેલે ૮ કલાકથી વધારે પૂછપરછ કરી. આ પૂછપરછ બાદ શર્લિન ચોપરાએ મીડિયા (Sherlyn Chopra Bollywood Actress) સાથે ખુલીને વાત કરી છે.
શર્લિન ચોપરાએ જણાવ્યું કે મને રાજ કુન્દ્રાની કંપની આર્મ્સપ્રાઈમ અને મારા વચ્ચે થયેલા ૨૦૧૯ના કોન્ટ્રાક્ટ વિશે પૂછવામાં આવ્યું. હું રાજ કુન્દ્રાને એક ફાઈવસ્ટાર હોટેલમાં મળી હતી અને તે પહેલા તેની સાથે થયેલી મારી વાતચીત વિશે મેં પોલીસને જણાવ્યું. મેં જણાવ્યું કે અમારી વચ્ચે શું એગ્રીમેન્ટ થયો હતો અને અમે ત્યારબાદ કેટલા વિડીયો બનાવ્યા.
મને એવું પણ પૂછવામાં આવ્યું કે વિડીયો શૂટ દરમિયાન ત્યાં કોણ-કોણ હાજર હતું અને વિડીયો બનાવવામાં કોણ-કોણ સામેલ હતું. મને રાજ કુન્દ્રાની એપ હૉટશૉટ્સ અને બૉલિ ફેમ વિશે પણ પૂછવામાં આવ્યું. પોલીસે શર્લિન ચોપરાને એવું પણ પૂછ્યું કે રાજ કુન્દ્રા તેના ઘરે ક્યારે અને કેટલી વખત આવ્યો અને તેના આવવાનો હેતુ શું હતો.
શર્લિન ચોપરાએ કહ્યું કે રાજ કુન્દ્રા નવી યુવતીઓને મિસગાઈડ કરે છે. તેણે કહ્યું કે, મને લાગે છે કે જે યુવતીઓને મિસગાઈડ કરવામાં આવી તે ભારતમાં પોર્નોગ્રાફી સાથે જાેડાયેલા કાયદા જાણતી નહોતી. હું તમામ પીડિત લોકોને અપીલ કરું છું કે સામે આવો અને જણાવો કે તેમની સાથે શું-શું થયું છે.
અહીં નોંધનીય છે કે શર્લિન ચોપરાએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું રાજ કુંદ્રા મારા ગુરુ હતા. તેણે મને તેમ કહીને ગેરમાર્ગે દોરી હતી કે, તે જે કંઈ પણ શૂટ કરી રહ્યો છે તે ગ્લેમર માટે નથી. મને ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, શિલ્પા શેટ્ટીને પણ મારા વીડિયો અને તસવીરો પસંદ છે. રાજ કુંદ્રાએ મને ખાતરી આપી હતી કે સેમી ન્યૂડ અને પોર્ન આજના સમયમાં કોઈ મોટી વાત નથી, આ દરેક કોઈ કરે છે અને મારે પણ આવું જ કરવું જાેઈએ.