Western Times News

Gujarati News

શર્વરીએ ગોલ્ડન બિકિનીમાં અબુ ધાબી બીચ પર સૌનું ધ્યાન ખેંચ્યું

સુંદરી શર્વરી પારિવારિક એન્ટરટેઈનર બંટી ઔર બબલી 2માં નવી બબલીની ભૂમિકામાં જોવા મળવાની હોવાથી ફિલ્મના સેટ્સ પર તેના પ્રિયંકા ચોપરા મોમેન્ટને લઈને સાતમા આસમાનમાં વિહરી રહી છે.

શર્વરીએ સુપર- સેક્સી, મેટાલિક ગોલ્ડન બિકિની ધારણ કરી ત્યારે અબુ ધાબી બીચ પર તેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેને જોઈને દોસ્તાનામાં દર્શકોના હૃદયના ધબકારા ચૂકવી દેનારા પ્રિ યંકાના અદભુત વન- પીસ બિકિની દશ્યની બધાને યાદ આવી.

શર્વરી કહે છે, આ સીન શૂટ કર્યું તે દિવસે સેટ પર હું સૌથી ખુશ હતી. તે સમયે દોસ્તાનામાં ગોલ્ડન બિકિનીમાં સમુદ્રની બહાર આવતી પ્રિયંકા ચોપરાની છબિ મારા સ્મૃતિપટ પર છવાઈ ગઈ. તે બેહદ સુંદર દેખાતી હતી.

તે ઉમેરે છે, મેં અભિનય ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું ત્યારથી અંદરથી મારી પર પણ પ્રિયંકા ચોપરા જેવું દશ્ય ફિલ્માંકન થાય એવું ઈચ્છતી હતી. અને આ ખરેખર મીઠો યોગાનુયોગ છે કે બંટી ઔર બબલી 2ની પટકથામાં અદભુત બિકિનીમાં સમુદ્રમાંથી હું બહાર આવતી હોઉં એવું દશ્ય છે. હું આ વાત માની શકતી નહોતી.

શર્વરીએ શૂટના દિવસે કેટલી રોમાંચિત હતી તે વિશે કહ્યું. તે કહે છે, શૂટના દિવસે હું આ દશ્ય આસાનીથી ભજવી શકીશ એવો આત્મવિશ્વાસ હતો. મારો આકાર સારો હતો અને આ શૂટ કરવા માટે બેસ્ટ ક્રુ કામે લાગ્યા હતા. મારી ઈચ્છા સાકાર થતી મને દેખાઈ હતી.

તે ઉમેરે છે, મને આશા છે કે મેં ઉત્તમ રીતે આ સીન આપ્યું છે, કારણ કે પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીએ તેને ઉત્તમ ન્યાય આપ્યો છે અને ઉત્તમ બિકિનીનું દશ્ય આપીને તેણે સીમાચિહન સ્થાપિત કર્યું છે.

યશ રાજ ફિલ્મ્સની બંટી ઔર બબલી 2 19 નવેમ્બર, 2021ના રોજ દુનિયાભરમાં રિલીઝ થઈ રહી છે, જે પેટ પકડાવીને હસાવનારી કોમેડીમાં ઠગ બંટી અને બબલીની બે જોડી છે, જે અલગ અલગ પેઢીનાં છે અને બુદ્ધિના યુદ્ધમાં એકબીજાને પછડાટ આપવા માગે છે. સૈફ અલી ખાન અને રાની મુખરજી ઓજી બંટી અને બબલીની ભૂમિકા ભજવશે, જ્યારે નવી બંટી બબલી ગલી બોય ફેમ સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી ભજવશે.

બંટી ઔર બબલી 2માં દિગ્દર્શન વરુણ વી શર્માનું છે. તેણે વાયઆરએફની ફિલ્મો સુલતાન અને ટાઈગર ઝિંદા હૈમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.