શર્વરી વાઘ હાલ તેની ફિલ્મ ‘મૂંજ્યા’ની સફળતા માણવામાં વ્યસ્ત છે
થોડાં દિવસ પહેલાં એક ઇન્ટર્વ્યુમાં શર્વરીએ આ પાવર કપલ સાથેના સંબંધ વિશે ખુલાસો કર્યાે હતો
સન્નીની કથિત ગર્લળેન્ડ શર્વરીને વિક્કી-કેટરિના સાથે પણ પાકી દોસ્તી
મુંબઈ,શર્વરી વાઘ હાલ તેની ફિલ્મ ‘મૂંજ્યા’ની સફળતા માણવામાં વ્યસ્ત છે. ત્યારે તેની અને સન્ની કૌશલની રિલેશનશિપની વાતોએ પણ જોર પકડ્યું છે.
જે વિક્કી કૌશલનો ભાઈ છે, જેનાથી તેના અંગત જીવનમાં ફૅન્સને થોડો વધારે રસ પડી રહ્યો છે. શર્વરી વાઘને માત્ર સન્ની સાથે જ નહીં પણ તેના મોટા ભાઈ વિક્કી અને તેની ભાભી કૈટરિના કૈફ સાથે પણ હુંફાળા સંબંધો છે.
થોડાં દિવસ પહેલાં એક ઇન્ટર્વ્યુમાં શર્વરીએ આ પાવર કપલ સાથેના સંબંધ વિશે ખુલાસો કર્યાે હતો. એક ફૅને તેને કેટરિના અને વિક્કી સાથે કેવો સંબંધ છે, તે અંગે પ્રશ્ન પૂછ્યો. જેના જવાબમાં શર્વરીએ બંને સાથે સોરો સંબંધ હોવાનું કબૂલ્યું હતું.
તેણે બંનેને પાવર કપલ ગણાવ્યા હતા. બંને માટે હેશટેગ આપવાની વાતમાં શર્વરીએ વિકીને #supertalented અને કેટરિનાને અમેઝિંગ ડાન્સર અને અતિશય ટેલેન્ટેડ ગણાવી હતી.
શર્વરીનાં પણ ‘મૂંજ્યા’ને કારણે ઘણાં વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં અભય વર્મા, મોના સિંઘ અને અન્ય કલાકારો છે, તેમજ આ ભારતની પહેલી સીજીઆઈ એનિમેટેડ કેરેક્ટર ધરાવતી ફિલ્મ છે. ss1