શલાકા શકુંત આપ્ટેનાં કાવ્ય સંગ્રહ ‘ફ્રોઝન વર્ડઝ’નુ વિમોચન
“સારો લેખક સ્પોન્જ જેવો હોય છે“- અમિષ ત્રિપાઠી
અમદાવાદ, રવિવારે શલાકા શકુંત આપ્ટેનાં કાવ્ય સંગ્રહ ‘ફ્રોઝન વર્ડઝ’નુ વિમોચન પ્રસિધ્ધ માયથોલોજીકલ (પૌરાણિક) નવલકથાકાર અને બેસ્ટ સેલીંગ લેખક અમિષ ત્રિપાઠીએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે કર્યું હતું. ‘ફ્રોઝન વર્ડઝ’નું વિમોચન કરતી વખતે શ્રી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે “એક સારા અને ગ્રહણશક્તિ ધરાવતા લેખક (કવિ કે કવયિત્રી) સ્પોન્જ જેવા હોય છે. તે અવલોકન કરતા રહે છે અને તેમાંથી ગ્રહણ કરવાનુ ચાલુ રાખે છે.”
ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ સમર્થિત આપુસ્તક વિમોચન સમારંભમાં ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ કવિ અને લેખક શ્રી તુષાર શુકલ, અર્થશાસ્ત્રી અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન શ્રી જયનારાયણ વ્યાસ,પંડિત દિનદયાળ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝના ડિરેકટર ડો નિગમ દવે, GLFના શ્યામ પારેખ તથા અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા.
આ સમારંભમાં શ્રી તુષાર શુક્લએ જણાવ્યું હતું કે “કવિતાઓ એ મુક્ત લાગણીઓની અભિવ્યક્તિ છે”. એક સંદેશામાં શલાકાની શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે “તમારી સંવેદના અને નિર્દોષતાને અકબંધ રાખો અને હકારાત્મક બની રહો”
‘ફ્રોઝન વર્ડઝ’એ આશરે 20 વર્ષની વયની કન્યાશલાકા આપ્ટેની કવિતાઓનો સંગ્રહ છે. એણે દુનિયા પાસેથી જે કાંઈ શિખ્યું છે તેની પોતાની કવિતામાં અભિવ્યક્તિ કરી છે. આ કવિતાઓ વાચકોને પોતાના વિસમા વર્ષની આસપાસના સમય સાથે સાંકળે છે. શલાકા આપ્ટે પોતાના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે અને હાલમાં પંડિત દિનદયાળ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહી છે. તે ખૂબ જ નાની વયે અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત થઈ હતી. પોતાની પ્રથમ કવિતા તેણે કિશોરાવસ્થામાં પ્રવેશ સાથે જ લખી હતી. આ પુસ્તકની કેટલીક ઉમદા પંક્તિઓ વાચકને દિવસભરના થાક પછી આરામ બક્ષે તેવી છે.