શહનાઝનાં ભાઇ શહબાઝે સિદ્ધાર્થ શુક્લાનું ટેટૂ કરાવ્યું
મુંબઈ, બિગ બોસ ૧૩ વિનર સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદથી ફેન્સ તેને સતત યાદ કરી રહ્યાં છે. ૨ સ્પટેમ્બરનાં હાર્ટ એટેકથી સિદ્ધાર્થનું નિધન થઇ ગયુ હતું. જે બાદ સતત મિત્રો અને ફેન્સ દ્વારા તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહીછે. સિડનાં અંતિમ સંસ્કાર બાદથી જ શહનાઝ ગિલનાં ભાઇ શહબાઝ બાદશાહ દરરોજ સિદ્ધાર્થને યાદ કરે છે. હવે શહબાઝે સિદ્ધાર્થનું ટેટૂ તેનાં હાથ પર બનાવડાવ્યું છે.
સિદ્ધાર્થ શુક્લાએ ટેટૂની સાથે તેની તસવીર શેર કરી છે શહબાઝે કેપ્શનમાં લખ્યું છે, ‘અમારી યાદો પણ એટલી જ સાચી હશે જેટલાં આપ છો. આપ હમેશાં મારી સાથે જીવીત રહેશો. આપ હમેશાં યાદોમાં જીવતાં રહેશો. ટેટૂ આર્ટિસ્ટ મંજીત દ્વાા આ ટેટૂ કરવામાં આવ્યું છે જેની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ તસવીરો શેર કરતાં તેનાં પર શેરનું સ્ટિકર લગાવવામાં આવ્યુ છે અને સિદ્ધાર્થ માટે લખવામાં આવ્યું છે ‘શેર હૈ તું, સિદ્ધાર્થ શુક્લાનાં ટેટૂની નીચે શાહબાઝે તેની બહેન શહનાઝ ગિલનુ નામ લખાવ્યું છે.
ફેન્સ શહબાઝની પોસ્ટમાં સતત કમેન્ટ કરી રહ્યાં છે. શહબાઝ બાદશાહએ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. હાલમાં જ તેણે સિદ્ધાર્થ શુક્લાની બે તસવીરો શેર કરી હતી જેમાં દિવંગત એક્ટર નાના બાળકને ગળે મળતો નજર આવે છે. હાલમાં સિડનાઝનો અંતિમ વીડિયો સોન્ગની કેટલીક તસવીરો વાયરલ થઇ છે જે ફેન્સને ખુબજ પસંદ આવી રહી છે. મેકર્સને બને એટલું જલદી મ્યૂઝિક વીડિયો રિલીઝ કરવાની પણ આજીજી કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ શુક્લાનાં ૨ સ્પટેમ્બરનાં રોજ હાર્ટ એટેકથી નિધન થઇ ગયું છે.SSS