શહનાઝ ગિલ સ્મશાનમાં સિદ્ધાર્થની બૂમો પાડતી રહી
મુંબઈ, ગુરુવારે એટલે કે ૨ સ્પટેમ્બરનાં ટીવી એક્ટર અને બિગ બોસ ૧૩નાં વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થઇ ગયું છે. જે બાદ શુક્રવારે તેનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. સિદ્ધાર્થની અંતિમ યાત્રામાં શેમેલ થયેલાં સ્ટાર્સની સાથે તેનાં ફેન્સ પણ શ્મશાન ભૂમિ પર ઉમટી પડ્યાં હતાં. જે બાદ ભીડને કાબૂમાં કરવાં દિવંગત એક્ટરનાં ઘરની બહાર, કૂપર હોસ્પિટલની બહાર અને ઓશીવારામાં શ્મશાનની બહાર ભારે પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
એક્ટરનાં નિધનથી તેનાં પરિવાર અને નિકટનાં સહિત તેની મોટી ફેન ફોલોઇંગ સૌ કોઇ શોકમાં છે. સિદ્ધાર્થનાં જવાથી તેની મિત્રની શહનાઝ ગિલ હાલત ખુબજ ખરાબ છે. શહનાઝ ગિલ માટે સિદ્ધાર્થનાં જવું જાણે તેની આખી દુનિયા નષ્ટ થઇ જવા જેવું છે. શહનાઝ ઘણી વખત સિદ્ધાર્થ શુક્લા માટે તેનો પ્રેમ જાહેર કરતી નજર આવી. પછી ભલે તે કોઇ શો હોય કે મીડિયા તેની વાત કહેવામાં શહનાઝ ક્યારેય પાછળ નથી હટી. હવે જ્યારે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી તો શહનાઝને આ વાત પર વિશ્વાસ નથી થઇ રહ્યો. સિદ્ધાર્થ હવે તેની સાથે નથી.
શુક્રવારનાં જ્યારે શહનાઝ, સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કારમાં શામેલ થવાં પહોંચી તો તેની હાલત જાેઇ કોઇની પણ આંખો ભરાઇ આવે. શહનાઝ ગિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે જાેયા બાદ તેનાં ફેન્સનું દિલ તુટી ગયુ છે આંખો ભીની થઇ ગઇ છે.
તેનાં ભાઇ સાથે તે નજર આવી રહી છે. શહનાઝ જેમ શ્મશાન ઘાટનાં ગેટ પર પહોંચે છે. સિદ્ધાર્થનાં નામની બૂમો પાડતા એમ્બ્યુલન્સ તરફ ભાગતી નજર આવે છે. જે એમ્બ્યુલન્સમાં તેનો પાર્થિવ દેહ રાખ્યો હતો. શહનાઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.
જે જાેયા બાદ યૂઝર્સ કમેન્ટ કરતાં શહનાઝની હાલત પર દુખ જાહેર કરી રહ્યાં છે. બીજી તરફ એક્ટરનાં ફેન્સ પણ વિશ્વાસ નથી કરી શકતા કે તે દુનિયામાં નથી. સોશિયલ મીડિયા પર પણ સિદ્ધાર્થનાં ફેન તેનાં માટે પોસ્ટ શેર કરી રહ્યાં છે અને એક્ટરને યાદ કરી રહ્યાં છે.SSS