Western Times News

Gujarati News

શહબાઝ શરીફની કેબિનેટમાં સૌથી વધારે પીએમએલ-એનના ૧૪ મંત્રી

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફની કેબિનેટમાં સૌથી વધારે પીએમએલ એનના ૧૪ મંત્રી છે. તેના પછી બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીના ૯ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારેે જેયુઆઇના ૪,એમકયુએમના ૨ અને એક-એક મંત્રી બીએપી અને જમ્હૂરી વતન પાર્ટીમાંથી લેવામાં આવ્યા છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફના મંત્રી મંડળમાં ૩૪ સભ્યોએ અનેક દિવસો પછી આખરે પોતાના પદના શપથ લઈ લીધા. પોતાના મંત્રી મંડળમાં શહબાઝ શરીફે અનુભવી નેતાઓ અને યુવાઓનું ખાસ જાેડાણ કર્યું છે. જેમાં સૌથી વધારે પીએમએલ એનના ૧૪ મંત્રી છે. તેના પછી બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીના ૯ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે જેયુઆઇના ૪,એમકયુએમના ૨ અને એક-એક મંત્રી બીએપી અને જમ્હૂરી વતન પાર્ટીમાંથી લેવામાં આવ્યા છે.

જે મંત્રીઓને વિભાગો ફાળવવામાં આવ્યા છે તેમાં માહિતી મંત્રી – મરિયમ ઔરંગઝેબ,યોજના અને વિકાસ મંત્રી – અહસાન ઈકબાલ,ગૃહ મંત્રી – રાણા સનાઉલ્લાહ,નાણાં-મહેસુલ મંત્રી – મિફ્તાહ ઈસ્માઈલ,કાયદો અને ન્યાય મંત્રી – આઝમ નજીર તરારી,નાર્કોટિક્સ નિયંત્રણ મંત્રી – નવાબજાદા શાઝૈન બુગતી,ધાર્મિક મામલાના મંત્રી – મુફ્તી અબ્દુલ શકૂર,રાજ્ય-સીમાંત વિસ્તાર – મુહમ્મદ તલહા મહમૂદ,સંચાર મંત્રી – અસદ મહમૂદ,ખાદ્ય અને સુરક્ષા મંત્રી- તારિક બશીર ચીમા,આઈટી-દૂર સંચાર મંત્રી – સૈયદ અમીન ઉલ હક,ઉદ્યોગ મંત્રી – સૈયદ મુર્તઝા મહમૂદી,રક્ષા ઉત્પાદન મંત્રી – મુહમ્મદ ઈસરાર તરીન,રેલ મંત્રી – ખ્વાજા સાદ રફીક,સંસદીય કાર્ય મંત્રી – મુર્તઝા જાવેદ અબ્બાસી
પાકિસ્તાનની પૂર્વ ઈમરાન ખાન સરકારને સત્તામાંથી બેદખલ કરવામાં બિલાવલ ભુટ્ટોનો પણ મહત્વનો ફાળો હતો. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે બિલાવલ સરકારમાં વિદેશ મંત્રી બની શકે છે.

પરંતુ જ્યારે મંત્રી મંડળમાં સામેલ મંત્રીઓના નામ સામે આવ્યા ત્યારે બધાને આશ્વર્ય થયું. કેમ કે બિલાવલ ભુટ્ટોનું તેમાં નામ જ ન હતું. આ પહેલાં આસિફ અલી ઝરદારીએ પણ કેબિનેટમાં સામેલ થવાનો ઈનકાર કર્યો હતો. અને પછી બિલાવવે પણ મંત્રી પદના શપથ ન લેતાં ચર્ચા ઉઠી કે શું પાકિસ્તાનની ગઠબંધન સરકારમાં બધું ઓલ ઈઝ વેલ નથી.

કહેવામાં આવી રહ્યું છે કે બિલાવલે અંતિમ સમયે કેબિનેટમાં સામેલ ન થવાનો ર્નિણય કર્યો. પીપીપીમાં કેટલાંક નેતાઓનું કહેવું હતું કે બિલાવલ ભુટ્ટો પીપીપી ચેરમેન છે. અને પાકિસ્તાનમાં પીએમ પદના ઉમેદવાર છે.

જાે તે શહબાઝ શરીફની સરકારમાં વિદેશ મંત્રી તરીકે સામેલ થાત તો તેમની છબિ પર અસર પડે તેમ હતું. એટલું જ નહીં આગામી ચૂંટણીમાં જ્યારે તે લોકોની સામે પીપીપી તરફથી પીએમનો ચહેરો બનીને જાત તો તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.