શહીદો પર ટિપ્પણી કરનારા CSKના ડોક્ટર સસ્પેન્ડ
સીએસકે ટીમ ડોક્ટર થોટાપિલ્લિનીએ અસંવેદનશીલ ટિ્વટ કરતા આઈપીએલની ફ્રેન્ચાઈઝીએ કાર્યવાહી કરી
નવી દિલ્હી, ભારત-ચીનની સેનાઓ વચ્ચે જે ઘટના બની તેણે આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. પૂર્વ લદ્દાખના ગલવાન ઘાટીમાં ચીન સાથે હિંસક ઝડપમાં ભારતના લગભગ ૨૦ જવાન શહીદ થયા છે. આપણા જવાનોએ પણ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ દરમિયાન આખો દેશ ભારતીય આર્મી સાથે ઉભો છે.
જોકે કેટલાક સંવેદનશીલતા બાજુએ રાખીને બોલી રહ્યા છે. શહીદ જવાનો પર અસંવેદનશીલ ટિપ્પણી કરવા પર આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની ટીમના ડોક્ટરને સસ્પેન્ડ કરી દીધો છે. તે આઈપીએલ શરૂ થવાની સાથેથી જ ટીમ સાથે છે અને સ્પોટ્ર્સ મેડિસિનનો વિશેષજ્ઞ છે. સીએસકે ટીમ ડોક્ટર મધુ થોટાપિલ્લિનીએ અસંવેદનશીલ ટિ્વટ કર્યું હતું. જેના કારણે આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ તેના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે તે આ વિવાદિત ટિ્વટ પર ઝડપથી કાર્યવાહી કરશે.