શહીદ એક્સપ્રેસના બે કોચ પાટા ઉપરથી ખડી પડ્યાં
લખનઉ: લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનની પાસે આજે સવારે એ સમયે હડકંપ જાેવા મળ્યો જ્યારે શહીદ એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ખડી પડ્યાં. અફરાતફરીના માહોલ વચ્ચે રેલવે તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયુ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. જાે કે હજુ સુધી કોઇપણ યાત્રીઓને ઇજા પહોંચી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા નથી.
કોચને પાટા પર લાવવા અંગેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ દૂર્ઘટના આજે વહેલી સવારે ૭.૪૫ કલાકની આસપાસ જાેવા મળી. અમૃતસરથી જયનગર જતી ટ્રેન ૧૪૬૭૪ શહીદ એક્સપ્રેસ ચારબાગ રેલવે સ્ટેશન પહોંચી.
જ્યાં થોડા પ્રવાસીઓ ઉતર્યાં અને જયનગર જનવા માટે કેટલાંક પ્રવાસીઓ ટ્રેનમાં ચઢ્યા. સ્ટેશનથી થોડે દૂર પહોંચતાની સાથે જ ખમ્મન પીરની મઝાર પાસે ટ્રેનના બે કોચ પાટા પરથી ઉતરી જતાં પ્રવાસીઓમાં હડકંપ જાેવા મળ્યો. ટ્રેન અચાનક ઝટકાથી ઉભી રહી જતાં અંદર સુતેલા પ્રવાસીઓ અચાનક ગભરાઇ ગયા હતા.
જેને લઇને થોડા સમય માટે અફારા-તફરીનો માહોલ સર્જાયેલો જાેવા મળ્યો. જાે કે કંટ્રોલ રુમમાં રેલવે તંત્રને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવે તંત્રને સૂચના મળી હતી કે ડી-૧ અને થર્ડ એસી કોચ બી-૫ પાટા પરથી ખડી પડ્યાં છે, જેને લઇને રેલવે તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં ગયા હતા.
આ કોચમાં ૧૦૦થી વધારે મુસાફરો સવાર હતા. જાે કે કોઇપણ યાત્રીઓને ઇજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ટ્રેનની સ્પીડ ઓછી હતી જેના કારણે મોટી દૂર્ઘટના ટળી ગઇ. જ્યારે બીજી તરફ ટ્રેનના ડિરેલમેંટને લઇને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કોચને પાટા પર ચડાવાને લઇને કાર્યવાહી હાથ ધરી છે.