શહીદ ગોપાલસિંહ ભદોરીયાના સ્ટેચ્યૂનું અનાવરણ કરાયું
રાષ્ટ્રની રક્ષા કાજે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા ગુજરાતના સપૂત અને અમરાઈવાડીના હિરાવાડી વિસ્તારના વતની શહીદ ગોપાલસિંહ ભદોરીયાના સ્ટેચ્યૂનું અનાવરણ અસારવા,અમદાવાદ ખાતે કરતા માનનીય ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. Martyrs of Kulgam (J&K) encounter: Lance Naik Bhandoriya Gopal Singh from Ahmedabad Gujarat Statue at Asarva
અમદાવાદના અમરાઇવાડી હિરાવાડી વિસ્તારમાં રહેતા આર્મીમાં ફરજ બજાવતા લાંસ નાયક ગોપાલસિંગ ભદોરીયા શહીદ થતાં પરિવાર પર આભફાટી પડયું હતું, 12 ફેબ્રુઆરી, 2017 રવિવારના રોજ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના એક ઘરમાં આતંકવાદીઓ છૂપાયા હતા.
સવારથી આતંકવાદીઓ અને ભારતના સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આ દરમિયાન અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયા સહિત રાષ્ટ્રીય રાયફલ્સના બે જવાન શહીદ થયા હતા. બીજે દિવસે સોમવારે સાંજે પૂરા લશ્કરી માનસન્માન સાથે અમદાવાદના યુવા શહીદને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
અમદાવાદમાં લશ્કરી તાલીમ સાથે સેનાએ તેની અંતિમવિધિ કરી હતી. જેમાં હજ્જારો લોકો જોડાયા હતા. અગ્નિદાહ આપ્યા બાદ ત્યા હાજર લોકોએ દેશભક્તિના નારા સાથે એક શહીદને છાજે તે રીતે વિદાય આપી હતી. સેનાએ વીર જવાનને 11 તોપોની સલામી આપીને તેની વીરતાને બિરદાવી હતી.