શહીદ દિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ- ૧૬૦ યુનિટ બ્લડ એકત્ર કરાયું

(પ્રતિનિધિ) ધરમપુર, લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ, ધરમપુર દ્વારા શહીદ દિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં નાગરિકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.
આ કેમ્પ ૨૩ માર્ચ ૨૦૨૫, રવિવારના રોજ મહારાણા પ્રતાપ મેરેજ હોલ, ગૌરવ પથ, ધરમપુર ખાતે યોજાયો હતો, જેમાં ધન્યવાદનિય સહકાર અને ઉત્સાહ સાથે નાગરિકોએ ભાગ લીધો. કેમ્પ દરમ્યાન કુલ ૧૬૦ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું, જે એક નોંધપાત્ર સફળતા છે.પ્રથમ ૧૦૦ રક્તદાતાઓને સ્પોટ્ર્સ ટી-શર્ટ ભેટ આપવામાં આવ્યા હતા.
ઉપરાંત, દરેક રક્તદાતાને વાયરલેસ નેકબેન્ડ, ફૂડ હેમ્પર્સ, મલ્ટીપરપઝ બેગપેક, શોપિંગ બેગ, વોટર બોટલ, કીચેન અને પક્ષીઓ માટે પાણીના પાત્ર જેવી ભેટો સાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.આ મહત્વપૂર્ણ સેવા કાર્યની સફળતા માટે તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો, સ્પોન્સરો, શુભેચ્છકો તથા આયોજકોનો આભાર માનવામાં આવ્યો છે. આ રીતે શ્રદ્ધાંજલિરૂપે શહીદોને સમર્પિત આ સેવા યજ્ઞ સમાપન પામ્યો.