Western Times News

Gujarati News

શહીર શેખની પત્ની રૂચિકાનું બેબી શાવર યોજવામાં આવ્યું

મુંબઈ, સીરિયલ કુછ રંગ પ્યાર કે એસે ભી’ના એક્ટર શહીર શેખની પત્ની રૂચિકા કપૂર પ્રેગ્નેન્ટ છે. હાલમાં જ રૂચિકા માટે બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરો જાેતાં એવું લાગી રહ્યું છે કે, માત્ર નજીકના મિત્રો સાથે યોજાયેલું બેબી શાવર મસ્તી-ધમાલથી ભરપૂર રહ્યું હશે.

બેબી શાવરની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં જાેઈ શકો છો કે નિયોન લાઈટ્‌સ, પેસ્ટલ કલરના બલૂન્સથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. નિયોન લાઈટ્‌સથી ‘બેબી શેખ’ લખવામાં આવ્યું છે. બેબી શાવર માટે રૂચિકા કપૂરે પિંક ગાઉન પહેર્યું હતું જ્યારે શહીર શેખ ગ્રે રંગના ટી-શર્ટમાં જાેવા મળ્યો હતો.

શહીર અને રૂચિકાની જાેડી એકદમ સુંદર લાગતી હતી. મોમ-ટુ-બી રૂચિકા માટે નિયોન થીમની જ કેક લાવવામાં આવી હતી. તેણે કેક કાપીને શહીરને ખવડાવી હતી. તસવીરોમાં ટુ-બી પેરેન્ટ્‌સ ખૂબ ખુશ જાેવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, રૂચિકા કપૂર અને શહીર શેખે નવેમ્બર ૨૦૨૦માં કોર્ટ મેરેજ કર્યા હતા.

લગ્ન બાદ કપલ જમ્મુમાં શહીરના પેરેન્ટ્‌સને મળવા ગયું હતું. બાદમાં મુંબઈમાં રૂચિકાના ઘરે નાનકડી સેરેમની રાખવામાં આવી હતી. શહીર અને રૂચિકાએ લગ્ન પહેલા આશરે દોઢ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. થોડા મહિના અગાઉ રૂચિકાના પ્રેગ્નેન્સીની ખબરો આવી હતી. જાેકે, કપલે સોશિયલ મીડિયા પર આ અંગેની ઓફિશિયલ જાહેરાત કરી નહોતી.

જણાવી દઈએ કે, રૂચિકા કપૂર એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સના ફિલ્મ ડિવિઝનની હેડ છે. જ્યારે શહીર શેખે ‘કુછ રંગ પ્યાર કે એસે ભી ઉપરાંત ‘મહાભારત’, ‘યે રિશ્તે હૈ પ્યાર કે’, ‘નવ્યા’ વગેરે જેવા શોમાં કામ કર્યું છે. હાલ શહીર કુછ રંગ પ્યાર કે એસે ભી’ની ત્રીજી સીઝનમાં જાેવા મળે છે.

શહીર અને એરિકા ફનાર્ન્ડિઝના લીડ રોલવાળો શો એક મહિના પહેલા શરૂ થયો હતો અને હવે બંધ થઈ જવાનો છે. આ સિવાય શહીર એકતા કપૂરના શો ‘પવિત્ર રિશ્તા ૨.૦’માં માનવના રોલમાં જાેવા મળશે. શોની પહેલી સીઝનમાં આ રોલ સ્વર્ગીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ભજવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.