શહેનાઝના ફેમિલી ફોટોમાં જાેવા મળ્યો સિદ્ધાર્થ શુક્લા
મુંબઇ, પંજાબની કેટરીના કૈફ Shehnaz Gill હાલમાં જ તેના વતન પંજાબ ગઈ હતી. જ્યાં તેણે પરિવારના તમામ સભ્યો સાથે પૂરતો સમય પસાર કર્યો હતો. પંજાબમાં જઈને તે એકદમ દેસી કૂડી બની ગઈ હતી અને ખેતરની મુલાકાત લેવા સિવાય તેણે પાડોશની મહિલાઓ સાથે ગિદ્દા પણ કર્યું હતું.
પંજાબની મુલાકાત દરમિયાન તે ત્યાંથી તસવીરો અને વીડિયો શેર કરતી રહેતી હતી. શહેનાઝ ગિલના પિતા સંતોષ સિંહ સુખે પણ એક સુંદર ફેમિલી ફોટો શેર કર્યો હતો. જેમાં શહેનાઝની સાથે તેના દાદા-દાદી, ભાઈ શહેબાઝ બાદેશા અને પિતા સંતોષ જાેવા મળ્યા હતા.
રસપ્રદ રીતે, કોઈ બાબતે સોશિયલ મીડિયા યૂઝર્સનું ધ્યાન ખેંચ્યુ હોય તો તે હતી, દિવંગત એક્ટર Sidharth Shukla ની ફેમિલી ફોટોમાં હાજરી. બેકગ્રાઉન્ડમાં, લાકડાની દિવાલ પર સિદ્ધાર્થ અને શહેનાઝનું સ્કેચ જાેઈ શકાય છે.
શહેનાઝ ગિલના પંજાબ સ્થિત ઘરમાં સિદ્ધાર્થ શુક્લાનું સ્કેચ જાેઈને કેટલાક ફેન્સ ઈમોશનલ થયા હતા. એક યૂઝરે શહેનાઝની કહેલી વાતને યાદ કરતાં લખ્યું હતું કે, ‘તેણે કહ્યું હતું કે ‘મારા દિલને ખબર છે, તું અહીંયા છે, અહીંયા છે’ અને તે પાછો જવાનો નથી.
જુઓ, સિદ્ધાર્થ હંમેશા તેની સાથે છે!’. એક યૂઝરે લખ્યું હતું ‘પરિવારમાં સિદ્ધાર્થ શુક્લાને સ્થાન આપવા બદલ આભાર’ તો એક યૂઝરે તેને ‘સુંદર ફેમિલી’ ફોટો ગણાવ્યો હતો. શહેનાઝ ગિલ થોડા દિવસ પહેલા જ મુંબઈ પરત ફરી છે પરંતુ તેણે પરિવાર સાથે સારો સમય પસાર કર્યો હતો.
તેણે મુંબઈ આવતા પહેલા અમૃતસરના ગોલ્ડન ટેમ્પલની મુલાકાત પણ લીધી હતી. શહેનાઝ તેના ભાઈ સાથે ટ્રિપ પર ગઈ હતી. મોટાભાગના દિવસોમાં એક્ટ્રેસે સાદા કપડામાં જાેવા મળી હતી. તેની સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર ૨૦૨૧માં હાર્ટ અટેક આવતાં સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હતું. તેના નિધનનો સૌથી વધારે આંચકો શહેનાઝ ગિલને લાગ્યો હતો, જે તેના દિલની ખૂબ નજીક હતી. બિગ બોસ ૧૩ના ઘરમાં સિદ્ઘાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની મુલાકાત થઈ હતી.
ધીમે-ધીમે તેઓ ખૂબ સારા મિત્રો બની ગયા હતા. તેઓ રિલેશનશિપમાં હોવાની પણ ઘણી ચર્ચા થતી હતી. જાે કે, બંનેમાંથી કોઈએ પણ વાત જાહેરમાં કરી નહોતી.SSS