શહેનાઝ-સિદ્ધાર્થનો મ્યુઝિક વીડિયો રીલિઝ થવાનો હતો
મુંબઈ, અભિનેતા અને બિગ બોસની ૧૩મી સીઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ૨ સપ્ટેમ્બરના રોજ હાર્ટ અટેક આવવાને કારણે મૃત્યુ થયું છે. સિદ્ધાર્થના મૃત્યુના સમાચાર તેના ફેન્સ, મિત્રો અને પરિવારના લોકો માટે અવિશ્વસનીય છે. ફેન્સની વાત કરીએ તો ખાસકરીને સિડનાઝ એટલે કે સિદ્ધાર્થ અને શહેનાઝની જાેડીના ફેન્સ માટે આ સમચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેઓ સ્વીકારી નથી શકતા કે સિદ્ધાર્થ અને શહેનાઝની જાેડી તૂટી ગઈ છે. સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના એક મ્યુઝિક વીડિયોની તસવીરો પણ વાયરલ થઈ છે.
આ વીડિયો માટે તેમણે શૂટિંગ કર્યુ હતું. કહેવામાં આવે છે કે આ મ્યુઝિક વીડિયોનું નામ હેબિટ છે. આ ગીતનું શૂટિંગ ગોવામાં થયુ હતું અને ત્યાં સિદ્ધાર્થ અને શહેનાઝે ખૂબ મસ્તી કરી હતી. સિડનાઝની આ તસવીરો ફોટોગ્રાફર ઓવેઝ સૈયદે ક્લિક કરી હતી. ઓવેઝ સૈયદે આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. સિદ્ધાર્થ અને શહેનાઝની આ ક્યુટ તસવીરો આગની જેમ ફેલાઈ રહી છે.
લોકો આ તસવીરો જાેઈને ભાવુક પણ થઈ રહ્યા છે અને શહેનાઝને આ કપરા સમયમાં હિંમત મળે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. સિડનાઝના ફેન્સ તસવીરો જાેઈને ભાવુક થયા છે અને અપીલ કરી રહ્યા છે કે આ મ્યુઝિક વીડિયોને વહેલી તકે રીલિઝ કરવામાં આવે.
આ તસવીરોમાં જાેઈ શકાય છે કે શહેનાઝ અને સિદ્ધાર્થ બીચવેર પહેરીને મસ્તી કરી રહ્યા છે. તેમની કેમિસ્ટ્રી અને શૂટ સમયની મસ્તી જાેઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા હતા. આ તસવીરો પર ફેન્સ કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે આ ગીત ક્યારે રીલિઝ થશે? સિદ્ધાર્થ અને શહેનાઝની મિત્રતા બિગ બોસ ૧૩માં થઈ હતી. તે સીઝનમાં તેમની કેમિસ્ટ્રીને ખુબ પસંદ કરવામાં આવી હતી.
ફેન્સને સિદ્ધાર્થ અને શહેનાઝની જાેડી એટલી પસંદ આવી હતી કે તે બન્નેને સિડનાઝના નામતી ઓળખતા હતા અને સિડનાઝના નામના સોશિયલ મીડિયા પર અનેક ફેન પેજ પણ ઉપલબ્ધ છે. ફેન્સને જેટલું દુખ સિદ્ધાર્થ શુક્લાના નિધનનું છે, તેટલી જ તકલીફ શહેનાઝની હાલત જાેઈને થઈ રહી છે.SSS