શહેરકોટડામાં મહીલાની ક્રુર હત્યા
ચહેરા, ગળા, હાથ સહિત શરીર પર જ્વલનશીલ પ્રવાહી પણ નાખવામાં આવ્યું
(પ્રતિનિધિ) અમદાવાદ, છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં હત્યાનો સિલસિલો ચાલી રહયો છે. રામોલ બાદ દાણીલીમડામાં બે વ્યક્તિની હત્યા કરવામાં આવ્યા બાદ મંગળવારે સાંજના સુમારે શહેર કોટડા પોલીસની હદમાં રહેતી એક મહીલાની ક્રુર રીતે હત્યા કરાયેલી લાશ ઘરમાંથી મળી આવી હતી. મહીલાના માથામાં બોથડ પદાર્થ મારવા ઉપરાંત તેના શરીર પર જવલનશીલ પ્રવાહી નાખવામાં આવ્યુ હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે ઘટનાની જાણ થતાં જ પોલીસે તુરંત તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મૃતક હસુમતીબેન સોલંકીના લગ્ન વીસ વર્ષ અગાઉ થયા હતા તેમને બે સંતાન હતા છેલ્લા છ વર્ષથી મનદુઃખ થતાં હસુમતિબેન સી-કોલોની સરકારી વસાહત, નરોડા ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા.
બુધવારે રાત્રે હસુમતીબેનના પતિને તેમના પુત્રએ ફોન કરી મમ્મી મરી ગઈ છે અને તમે જલદી આવો તેવી વાત કરતા હસુમતીબેનના પતિ તુરંત સી કોલોની ખાતે પહોચ્યા હતા જયાં મકાન માલિક કનૈયાલાલે તેમને જણાવ્યું હતું કે ઘરમાંથી દુર્ગંધ આવતી હતી જેથી તેમના સ્વજનોને જાણ કર્યા બાદ તેમની હાજરીમાં દરવાજાે ખોલતા હસુમતીબેનની લાશ પલંગ પર પડી હતી અને તેમના માથામાં બોથડ પદાર્થ માર્યો હોવાનું દેખાયું હતું જયારે ચહેરા, ગળા, હાથ ઉપરાંત ગુપ્ત ભાગોમાં કોઈ કેમીકલ છાંટયુ હોય તેમ ચામડી બળીને ફોડલા થઈ ગયેલા જણાયા હતા.
આ અંગે જાણ કરવામાં આવતા શહેર કોટડા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હત્યાનો ભેદ ઉકેલવા પરીવારજનો તથા પાડોશીઓ સહીતના લોકોની પુછપરછ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મરનાર હસુમતીબેન જીસીએસ હોસ્પીટલમાં નોકરી કરતા હતા અને પતિથી છુટા પડ્યા બાદ ભુરો ઉર્ફે મોગલી લેઉવા નામના શખ્સ સાથે સંબંધ ધરાવતા હતા પોલીસે તેમના પતિની ફરીયાદના આધારે તપાસ શરૂ કરી છે.