શહેરના ઇસનપુર વિસ્તારમાં પાર્ક કરેલી ચાર કારમાં અચાનક ભભૂકી આગ
રહીશોમાં ડરનો માહોલ ફેલાયો
એક ગાડીમાં લાગેલી આગ વધુ ફેલાઈને અન્ય ત્રણ ગાડીને પણ ઝપેટમાં લઈ લીધી હતી, ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં મેળવી
અમદાવાદ, શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા આલોક બંગલોમાં પાર્ક કરેલી એક કારમાં આગ લાગતા અન્ય ત્રણ કાર પણ ભડભડ બળવા લાગી હતી. અચાનક ચાર કારમાં આગ લાગતાની સાથે ચકચાર મચી ગયો હતો. ગુરૂવારે મોડી રાતે પાર્ક કરેલી ચાર કારમાં આગ લાગી ગઇ હતી. આ સમાચાર મળતાની સાથે ફાયર વિભાગની બે ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
જોકે, આ કારમાં કેમ અને કયા કારણોસર આગ લાગી છે તે અંગેનું હાલ કોઇ કારણ સામે આવ્યું નથી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ઇસનપુરમાં આવેલા આલોક બંગલોમાં રહીશોએ લાઇનસર કાર પાર્ક કરી હતી. જેમાં પાર્ક કરેલી ચાર કારમાં અચાનક આગ લાગતા રહીશોએ આસપાસની કારને પણ બાજુમાં ખસેડી લીધી હતી. તેમની આ સતર્કતાને કારણે વધારે આગ લાગતા અટકી છે.
મોડી રાત્રે ચાર કાર માં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગ્લોમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી હતી. મોડી રાતે આગ લાગતા સ્થાનિકો જાગી જતા લોકોમાં ભાગદોડ મચીને ડરનો માહોલ છવાઇ ગયો હતો.
જોકે, આ ઘટનાની ફાયરબ્રિગેડની ટીમને જાણ થતા બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એક ગાડીમાં લાગેલી આગ વધુ ફેલાઈને અન્ય ત્રણ ગાડીને પણ ઝપેટમાં લઈ લીધી હતી. ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં મેળવી લીધી હતી. મોડી રાત્રે ચાર કાર માં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી.ss1