જમાલપુરમાં છરીઓ ઉછળી, બે વ્યક્તિને ઇજા થઇ

Files Photo
અમદાવાદ: શહેરમાં એક તરફ કોરોનાને કારણે જે ભયાનક પરિસ્થતિનું નિર્માણ થયું છે તેવી પરિસ્થતિમાંથી શહેરીજનોને બહાર લાવવા માટે પ્રશાસન દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ સરકારના તમામ વિભાગો ૨૪ કલાક સતત ખડેપગે સેવા આપીને કોરોનાના વધતા કેસોને નિયંત્રણમાં લાવવા માટેની પુરજાેશમાં કોશિશ કરી રહ્યા છે. આવી ખરાબ પરિસ્થતિમાં પણ ગુનેગારોને તેમના કરતૂતોને અંજામ આપવાની જ પડી છે.
શહેરમાં કોરોના કાળ દરમિયાન પણ બેફામ ગુનાખોરીના કિસ્સા બની રહ્યા છે, જે ખુબજ શરમજનક વાત સાબિત થઇ રહી છે.
તાજેતરની જાે વાત કરીએ તો અમદાવાદના જમાલપુર વિસ્તારમા ગઈ કાલે મોડી સાંજે ૮ વાગ્યાની આસપાસ જયારે સ્થાનિક પોલીસ દ્વારા પોતાના વિસ્તારની ખુલ્લી દુકાનોને બંધ કરાવવા નીકળી હતી. ત્યારે તેમને મેસેજ મળ્યો હતો કે જમાલપુર મોટા બમબા પાસે કેટલાક ઈસમો વચ્ચે મારામારી થઇ રહી છે. તેથી હવેલી પોલીસના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈને સમગ્ર ઘટનાની વિગત મેળવતા જાણવા મળ્યું હતું કે , સાજીદ છીપા , મોહસીન છીપાની મગજમારી શહેઝાદ છીપા અને મોહસીન બિસલપુર વાળા ની વચ્ચે થઇ હતી. બંને પક્ષ વચ્ચે લડાઈનું કારણ અંગત અદાવતમાં થઇ હોવાનું પ્રાથમિક માહિતીમાં પોલીસને જાણવા મળ્યું હતું.
બંને પક્ષ વચ્ચે એટલી ઉગ્ર સ્વરૂપની લડાઈ થઇ હતી કે એક પક્ષના બે આરોપીઓએ સાજીદ છિપા અને મોહસીન બિસલપુર વાળા ની ઉપર છરી વડે હુમલો કરી દેતા તેમાં સાજિદના હાથે છરી વાગી જતા તેને ૭ જેટલા ટાંકા લેવાની જરૂર પડી હતી. જયારે તેમનો ભાઈ મોહસીનને ગડદા પાટુ માર લાગી હતી.
તો સામા પક્ષ તરફથી મોહસીન છીપા અને શહેઝાદ છીપાને પણ ગડદા પાટુ માર વાગતા તેઓને નજીકના હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે બને પક્ષની સામ સામે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.