Western Times News

Gujarati News

અમદાવાદના તળાવોને દબાણ – ગંદકી મુક્ત કરવામાં આવશે

File Photo

૩૧ ડીસેમ્બર સુધી ગટરો જાેડાણો દૂર કરવા ઈજનેર વિભાગને તાકીદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરના તળાવોને ડેવલપ કરવા માટે મનપા (AMC to develop lakes of Ahmedabad city) દ્વારા અનેક વખત જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ તળાવ સંપાદન કે આસપાસના દબાણોના (encroachment around lakes)  ડેવલપમેન્ટ થઈ શકયા નથી. તદ્દઉપરાંત તળાવોમાં ગટરના અનઅધિકૃત જાડાણો હોવાથી પારાવાર ગંદકી પણ થાય છે. (illegal sewarage connection)

મ્યુનિ. કમીશ્નરે (Ahmedabad Municipal Commissioner) તમામ તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવા માટે નિર્ણય કર્યો છે. તેમજ તેના માટે સંલગ્ન વિભાગોના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે તમામ તળાવોમાંથી ગટરના જાડાણો દૂર કરવા માટે વધુ ત્રણ મહીના નો સમય આપવામાં આવ્યો છે. રાજય સરકાના જલશકિત અભિયાન અંતર્ગત શહેરના તળાવોને દબાણ અને ગંદકીમુકત કરી ડેવલપ કરવામાં આવશે. જેના માટે એસ્ટેટ, એન્જીનીયરીંગ, સોલીડ વેસ્ટ તથા હેલ્થખાતાને (Estate, Engineering, solid Waste, Health Department)  વિવિધ કામગીરી સોપવામાં આવી છે.

મ્યુનિ.કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ એનપીસીએ યોજનાની ગાઈડલાઈનને ધ્યાનમાં લઈને જરૂરીયાત મુજબ તળાવોનું ડેવલપમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. તળાવ ડેવલપમેન્ટ માટે તેની આસપાસના દબાણોને સર્વે કરી તેને દૂર કરવામાં આવશે. તથા તમામ તળાવોનું સ્થળ પર ડી-માર્કશન કરવામાં આવશે.તદ્દઉપરાંત તળાવ સંપાદન કરવા કે માલિકી હકક ફેરબદલ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

આ તમામ કામની જવાબદારી એસ્ટેટ ખાતાને સોપવામાં આવી છે. એસ્ટેટ ખાતા દ્વારા કરવામાં આવેલ ડી-માર્કશન મુજબ તળાવ ફરતે રક્ષણ માટે પ્રોટેકશન વોલનું કામ ઈજનેર ખાતા દ્વારા કરવામાં આવશે. તળાવોમાં ગેરકાયદેસર જાડાણ કાપવા માટે ૩૧ ડીસેમ્બરની ડેડલાઈન આપવામાં આવી છે. મતલબ કે, આગામી ત્રણ મહીના બાદ ગટરના ગંદા પાણી તળાવોમાં છોડવામાં ન આવે તેની તકેદારી ઈજનેર અધિકારીઓએ રાખવાની રહેશે.

તળાવોમાં આવતી સ્ટ્રોમ વોટર લાઈનમાં ડ્રેનેજના અનઅધિકૃત જાડાણો પણ દૂર કરવા તથા લાઈનનું ડીશીલ્ટીંગ કરવા માટે પણ ઈજનેર ખાતાને તાકીદ કરવામાં આવી છે ! મ્યુનિ.કોર્પોરેશને જે તળાવોને ડેવલપ કર્યા છે. તેમાં જરૂરી મરામત અને વિભાગની કામગીરી પણ ઈજનેર ખાતા એ કરવાની રહેશે.

શહેરના તળાવોની આસપાસથી ગંદકી અને દબાણો દૂર કર્યા બાદ તેને રમણીય બનાવવાની જવાબદારી બગીચા ખાતાને સોપવામાં આવી છે. તળાવની આસપાસ તથા પ્લોટમાં મોટાપાયે વૃક્ષારોપણ કરવા અને તેની જાળવણી કરવામાં આવશે.

જેના માટે જરૂરી સ્ટાફ અને સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તળાવોમાં મચ્છરોની ઉત્પતિ ન થાય તેનું ધ્યાન હેલ્થખાતા દ્વારા રાખવામાં આવશે. નોધનીય બાબત એ છે કે હેલ્થ ખાતા દ્વારા તળાવોની સફાઈ માટે રૂ.એક કરોડ એસી લાખનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

તળાવોની આસપાસના વિસ્તારોને પ્લાસ્ટીક મુકત કરવાની જવાબદારી સોલીડવેસ્ટ ખાતાને સોંપવામાં આવી છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.