Western Times News

Gujarati News

મ્યુનિ. કમીશ્નરે સુચવેલ રૂ.ર૪૪ કરોડના વેરા મંજૂર ન કરવા ભાજપમાં સહમતિ

File

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલ્કતવેરાના જુનાલેણા ની વસુલાત તથા નાગરીકોને વ્યાજમાં રાહત થાય તેવા આશયથી દર વર્ષે “ટેક્ષ રીબેટ” યોજના જાહેર કરવામાં આવે છે. મ્યુનિ. કમીશ્નરે અગમ્ય કારણોસર ગત વર્ષે રીબેટ યોજના બંધ કરી હતી. પરંતુ મ્યુનિ. ચુંટણી વર્ષ હોવાથી ભાજપના હોદેદારોની વિનંતી ને માન આપી ને રીબેટ યોજના માટે કમીશ્નરે અનુમતી આપી છે. સાથે-સાથે નાગરીકોને જે રીબેટ આપવામાં આવશે તેના કરતા બમણી રકમના વેરા પણ નાગરીકો ઝીકયા છે.


જેના કારણે શહેરીજનોની સાથે ભાજપના કોર્પોરેટરો પણ હતપ્રભ બની ગયા છે. તથા કોઈપણ સંજાગોમાં વેરા પરત લેવા માટે હોદ્દેદારો સમક્ષ રજુઆત કરી રહયા છે. સ્ટ્રપીડ વિવાદમાં હોદ્દેદારો અને કોર્પોરેટરોનેને સહેજ પણ મચક ન આપનાર ભાજપ મોવડીમંડળ પણ મિલ્કતવેરાનો વધારો પરત લેવાના મુડમાં હોય તેમ માનવામાં આવી રહયું છે.

આગામી મ્યુનિ.ચુંટણીમાં ૧પ૦ બેઠકો જીતવા માટે જેટલી જરૂરીયાત કમીશ્નરની છે તેટલી જ જરૂરીયાત પ્રજા સુખાકારીની પણ છે. તે બાબત પ્રદેશ ભાજપના અગ્રણીઓને મોડે-મોડે પણ સમજમાં આવી રહી છે. વિકાસના કામો કરવા માટે આવકસ્ત્રોત  વેરા નથી તથા કમીશ્નરે આ મુદ્દે અન્ય દિશામાં પણ વિચાર કરવો જરૂરી છે. તે બાબતે ભાજપમાં સહમતિ થઈ હોવાની વિગતો બહાર આવી છે.

મ્યુનિ.કમીશ્નરે નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે રજુ કરેલા ડ્રાફટ બજેટમાં રૂ.પ૦૪૧ કરોડના કામો કરવાની જાહેરાત કરી છે. છેલ્લા પાંચ વર્ષથી વિકાસના કામો થયા નથી તેથી નવા નાણાકીય વર્ષમાં એકસાથે રૂ.પ૦૪૧ કરોડના ખર્ચથી વિકાસના કામો કરવામાં આવશે. જેના માટે નવા વેરા નાંખવા જરૂરી હોવાનું સમીક્ષા કમીશ્નરે તમામ ને સમજાવ્યું છે. સામાન્ય રીતે મ્યુનિ.ભવનમાં છેલ્લા દોઢ વર્ષથી કમીશ્નર ના કોઈપણ સમીકરણનો વિરોધ થતો નથી. મ્યુનિ.હોદ્દેદારો અને કોર્પોરેટરો ખુલ્લેઆમ વિરોધ કરી શકતા ન હોવાથી “સ્ટુપીડ” વિવાદ પણ થયો હતો.

પરંતુ પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ કમીશ્નર તરફી વલણ દાખવ્યું હતું. તથા ર૦ર૦ની ચુંટણીમાં કમીશ્નર જ ભાજપને ૧પ૦ બેઠકો અપાવી શકે તેમ છે. તેથી તેમના કહ્યામાં રહેવા માટે આડકતરો આદેશ પણ કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.  પરંતુ ચુંટણી વર્ષ હોવાથી ૧પ૦ બેઠકો જીતવા માટે નવા વેરાનો બોજ ન નાંખવા માટે પણ કોર્પોરેટરો દ્વારા રજૂઆત થઈ રહી છે. ગત શુક્રવારે મળેલી રેવન્યુ કમીટીની મીટીંગમાં પણ ભાજપના તમામ સભ્યોએ વધારો પરત લેવા માટે રજુઆત કરી હતી.તદ્દઉપરાંત શહેર પ્રભારીઓ સમક્ષ પણ નવા વેરા ન નાંખવામાં ન આવે તેવી માંગણી કરવામાં આવી છે.

“સ્ટુપીડ” વિવાદ મુદ્દે કમીશ્નરની તરફેણ કરનાર ભાજપના મોવડીમંડળે મિલ્કતવેરા મામલે કોર્પોરેટરોની સાથ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. તથા વાર્ષિક રૂ.ર૪૪ કરોડની આવક અન્ય †ોતમાંથી પણ થઈ શકે તેમ છે. તેથી વેરા વધારો પરત લેવા માટે વિચારણા ચાલી રહી છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી દ્વારા રજુ થનાર સુધારામાં વ્હીકલટેક્ષના વધારાને યથાવત રાખી મિલકતવેરાના વધારાને દુર કરવામાં આવી શકે છે.

મ્યુનિ.ભાજપના સુત્રોએ જણાવ્યું મુજબ મ્યુનિ.કમીશ્નરે યુઝર્સ ચાર્જના નામે ગત વર્ષે રૂ.૮પ કરોડનો નવો કરબોજ પ્રજા પર લાદયો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ માટે આ વેરા જરૂરી હોવાથી તેમના સમીકરણનો વિરોધ કરવામાં આવ્યો ન હતો. પરંતુ ચુંટણી વર્ષ હોવાથી પ્રજા પર નવા વેરા નાંખવા હિતાવહ નથી. તેથી રીબેટ યોજના મુદ્દે કમીશ્નર સાથે સમાધાન કરવામાં આવ્યું છે.

તેવી જ રીતે નવા વેરા પરત ખેચવા મુદ્દે પણ કમીશ્નર સાથે સમાધાન કરવામાં આવી શકે છે. રીબેટ યોજનાના કારણે તંત્રની આવકમાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષે મિલ્કતવેરા પેટે રૂ.૯૩પ કરોડની આવક થઈ હતી.  જયારે ચાલુ વર્ષે મિલ્કતવેરાની આવક રૂ.એક કરોડને પાર કરી શકે છે. તેમજ મ્યુનિ.એસ્ટેટ ખાતાની મિલ્કતો તથા રીઝર્વ પ્લોટના દબાણો દૂર કરી તેના વેચાણ થકી પણ તંત્રને આવક થઈ શકે છે. મ્યુનિ.કમીશ્નર તમામ બોજ પ્રજા પર લાદવાના બદલે આવકના અન્ય વિકલ્પો તરફ પણ ધ્યાન આપે તે પણ જરૂરી છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.