શહેરના પશ્ચિમ ઝોનમાં કોરોનાના ૧૧૯૦૦ કેસ નોંધાયા
૨૨ વોર્ડમાં એક હજાર કરતાં વધુ કેસ નાંધાયાઃ જમાલપુર વોર્ડમાં મૃત્યુદર સૌથી વધુઃ જાેધપુર વોર્ડમાં ત્રણ હજાર કેસ કન્ફર્મ થયા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ નોધાયા બાદ કોટ વિસ્તાર કોરોનાનું એ.પી.સેન્ટર બની ગયું હતું. તેમજ એપ્રિલ અને મે મહિનામાં જમાલપુર, દરિયાપુર, શાહપુર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. તેમજ પશ્ચિમના વિસ્તાર કોરોનાના એ.પી.સેન્ટર બની ગયા છે. મ્યુનિ.કોર્પાેરેશનના પશ્ચિમ ઝોન, ઉ.પ.ઝોન તેમજ દ.પ.ઝોનના વિસ્તારોમાં ચિંતાજનક સંક્રમણમાં વધારો થયો છે. શહેરમાં ૧૯ ડીસેમ્બર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી અગિયાર હજાર કરતા વધુ કેસ માત્ર પશ્ચિમ ઝોનમાં જ નોંધાયા છે. મ્યુનિ.કોર્પાેરેશનના ૪૮ વોર્ડ પૈકી ૨૨ વોર્ડમાં એક હજાર કરતા વધારે કેસ કન્ફર્મ થયા છે. જાેકે, મૃત્યુદરની બાબતમાં કોટ વિસ્તાર હજી પણ મોખરે રહ્યું છે. કોટ વિસ્તારનો મૃત્યુદર લગભગ સાત ટકા જેટલો રહ્યો છે.
શહેરમાં કોરોનાના આગમન બાદ જમાલપુર અને દરિયાપુર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કેસ બહાર આવ્યા હતા. તેમજ એક સમયે જમાલપુર વિસ્તારનો મૃત્યુદર ૧૩ટકા જેટલો થયો હતો. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા શરૂ કરવામાં આવેલ ડોર ટુ ડોર સરવે અને ટેસ્ટીંગ સંખ્યામાં થયેલ વધારા બાદ કોટ વિસ્તારમાં કોરોના નિયંત્રણમાં છે. તેમજ ૧૯ ડિસેમ્બર સુધી કુલ કેસની સંખ્યા ૫૭૫૮ થઈ છે. જે પૈકી ગત એપ્રિલ અને મે મહિનામાં જ ૩૩૭૭ કેસ નોંધાયા હતા. આમ, મધ્ય ઝોનમાં નોંધાયેલ કુલ કેસના ૫૯ ટકા કેસ માત્ર બે મહિનામાં જ કન્ફર્મ થયા હતા. જેની સામે પશ્ચિમ ઝોનમાં છુટાછવાયાં મકાનો અને બસ સેવા બંધ રાખવામાં આવી હોવા છતાં મધ્ય ઝોન કરતા બમણા કેસ નોંધાયા છે.
મ્યુનિ.કોર્પાેરેશનના પશ્ચિમ ઝોનમાં ૧૯ ડિસેમ્બર સુધી કોરોનાના ૧૧૯૦૦ કેસ નોંધાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે કોરોના આગમન બાદ પશ્ચિમ ઝોનમાં માત્ર માર્ચ અને એપ્રિલ મહિનામાં એક હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા આઠ મહિનાથી સતત એક હજાર કરતા વધુ કેસ કન્ફર્મ થઈ રહ્યાં છે. પશ્ચિમ ઝોનના ૦૬ વોર્ડમાં એક હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. જેમાં ચાંદખેડામાં ૧૩૬૦, નારણપુરામાં ૧૬૯૯, નવરંગપુરામાં ૧૮૫૭, પાલડીમાં ૧૮૮૪, રાણીપમાં ૧૩૭૫ તથા વાસણામાં ૧૧૬૬ કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં કુલ ૩૪૩ મૃત્યુ થયા છે. પશ્ચિમ ઝોનનો મૃત્યુદર ૨.૮૮ ટકા રહ્યો છે. વોર્ડ દીઠ કેસની સંખ્યામાં જાેધપુર મોખરે રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનના જાેધપુર વોર્ડમાં કોરોનાના ૩૧૦૦ કેસ કન્ફર્મ થયા છે. જે પૈકી નવેમ્બરમાં ૭૮૫ કેસ નોંધાયા હતા. જ્યારે ઝોનના વેજલપુર વોર્ડમાં ૧૨૩૬ કેસ કન્ફર્મ થયા છે.
મ્યુનિ.કોર્પાેરેશનના ૪૮ ઈલેક્શન વોર્ડ પૈકી ૨૨ વોર્ડમાં કોરોનાના હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. મધ્ય ઝોનના ૦૪, પૂર્વ ઝોનના ૦૨, ઉત્તર ઝોનના ૦૧, ઉ.પ.ઝોનના ૦૨, દ.પ.ઝોનના ૦૨ તથા પશ્ચિમ ઝોનના ૦૬ વોર્ડમાં એક હજાર કરતા વધારે કેસ કન્ફર્મ થયા છે. જ્યારે એકમાત્ર જમાલપુર વોર્ડમાં જ ૧૦૦ કરતા વધુ મૃત્યુ થયા છે. જમાલપુરમાં કોરોનાના ૧૦૬૩ કેસ સામે ૧૪૨ કેસ કન્ફર્મ થયા છે. આ વોર્ડમાં હજી પણ મૃત્યુદર ૧૩ ટકા જેટલો ઉંચો રહ્યો છે. જાેકે, જમાલપુરમાં ૧૪૨ પૈકી ૧૩૧ મૃત્યુ એપ્રિલ અને મે મહિનામાં થયા છે. છેલ્લા આઠ મહિનામાં કોરોનાથી માત્ર નવ મૃત્યુ જ થયા છે. શહેરના ઉ.પશ્ચિમ ઝોનમાં કોરોનાના ૮૧૫૫ કેસ કન્ફર્મ થયા છે. ઉ.પ.ઝોનના તમામ પાંચ વોર્ડમાં એક હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. બોડકદેવ વોર્ડમાં ૨૦૮૨, ચાંદલોડીયામાં ૧૧૭૧, ઘાટલોડીયા વોર્ડમાં ૧૫૬૧, ગોતામાં ૧૭૯૩ તથા થલતેજમાં ૧૫૫૫ કેસ કન્ફર્મ થયા છે. ઉ.પ.ઝોનમાં ૧૯ ડિસેમ્બર સુધી ૧૦૨ મરણ થયા છે. બોડકદેવમાં ૨૦૮૨ કેસ સામે માત્ર ૧૭ મરણ થયા છે.
અમદાવાદ શહેરના સાત ઝોન ઉપરાંત આર્મી એરીયામાં ૧૭ તથા મ્યુનિ.કોર્પાેરેશનની હદ બહારના ૧૩૩ કેસ નોંધાયા છે. જાેકે, આ વિસ્તારોમાં એકપણ મૃત્યુ થયા નથી.