શહેરના વધુ 51 પોલીસ કર્મી કોરોના પોઝિટિવ જાહેર થયા
અમદાવાદ: શહેરના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના સ્વાસ્થ્ય માટે સરકાર સજાગ છે. એપ્રિલ અને મે મહિનામાં પોલીસ, શિક્ષક, નર્સિંગ સ્ટાફ સહિત અનેક ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોનાની ઝપટમાં આવ્યા હતા જે પૈકી કેટલાક ના મરણ પણ થયા છે. તેથી રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના ટેસ્ટ કરવા નિર્ણય કર્યો છે. જે પૈકી એ.એમ.ટી. એસ. અને જનમાર્ગ તેમજ સ્કૂલ બોર્ડ સ્ટાફના રિપોર્ટ થઈ ચૂક્યા છે. હવે ,પોલીસ કર્મચારીઓના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ૭૫૦૦ પોલીસકર્મીઓના છેલ્લા ત્રણ દિવસમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 51નો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ 2-3 દિવસ સુધી ચાલશે. જે પોલીસકર્મીઓના કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે તે પૈકી ગંભીર લાગતા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે. જયારે કેટલાકને ક્વોરન્ટીન પણ કરવામાં આવ્યા છે. હજુ પણ ટેસ્ટ કરવામાં આવશે. જેનાથી ખબર પડશે કે અમદાવાદમાં ફરજ બજાવતા કેટલા પોલીસકર્મીઓને પોઝિટિવ છે.