અમદાવાદના ૧૪ ઓવરબ્રીજ નીચે પે એન્ડ પાર્ક બનાવવા યોજના
અમદાવાદ: અમદાવાદ શહેરમાં પા‹કગની વિકટ બનતી જતી સમસ્યાના નિવારણ માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૧૪ રેલવે અને ફ્લાય ઓવરબ્રીજ નીચે પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાની તૈયારી કરવામાં આવી છે. જેના માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. કોપોરેશન દ્વારા પાર્કિગ માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.
જેમાં પ્રથમ બે કલાક માટે ટુ વ્હીલરના ૫ાંચ, ફોર વ્હીલરના ૧૫, મધ્યમ માલવાહક વાહન માટે રૂ.૫૦ અને ભારે માલવાહક વાહન માટે ૭૫ રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. શહેરના કુલ ૧૪ બ્રીજ નીચે કુલ ૬,૪૮૪ ટુ વ્હીલર અને ૭૬૩ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૪ બ્રીજની નીચે રેવન્યુ શેરિંગ બેઝીઝના ધોરણે પે એન્ડ પાર્ક માટે ટેન્ડર બહાર પાડ્યા છે. ટેન્ડરની શરતો મુજબ પાર્કિગની જગ્યા પર રાખવામાં આવતા કર્મચારીને ઓળખપત્ર આપવાનું રહેશે. પાર્કિગની કુલ જગ્યામાંથી ૪૦ ટકા જગ્યા પા‹કગ રમીટ માટે ફાળવવાની રહેશે. તે જગ્યામાં પ્રવર્તમાન દરના ૧૨ કલાકના લેખે પા‹કગ પરમીટ આપવાની રહેશે. જે પણ વાહન પાર્ક કરવામાં આવે તે વાહનના ઇન્સ્યોરન્સની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે. વાહનમાં આગ લાગે કે ચોરી થાય તો તેની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે.